મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના ઘુટું રોડ ઉપર વાહન અકસ્માતમાં યુવાનનું મોત


SHARE







મોરબીના ઘુટું રોડ ઉપર વાહન અકસ્માતમાં યુવાનનું મોત

મોરબીના સામાકાંઠે ઘુટું રોડ ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઘુંટુ ગામના યુવાનનું મોતનું નીપજ્યું હતું.જેથી મૃતક યુવાનના પિતા દ્વારા ટેન્કર ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના ઘુંટુ ગામે રહેતો પાર્થ ગોવિંદભાઈ પરેચા નામનો વીસ વર્ષનો પટેલ યુવાન ગઈકાલ તા.૩૧-૭ ના સાંજે સાડા સાતેક વાગ્યાના અરસામાં બાઈક લઈને ટીફીન આપવા માટે મોરબી તરફ આવતો હતો ત્યારે સામાકાંઠે આવેલ ઘુંટુ રોડ ઉપરથી તે જયારે પસાર થઈ રહ્યો હતો ત્યારે એકોર્ડ સીરામીકના ગેઇટની સામે તેના બાઈકને પાણી ભરેલા ટેન્કર નંબર દીજે ૧૨ વાય ૮૦૮૦ ના ચાલકે હડફેટે લીધું હતું જે બનાવમાં ગંભીરપણે ઇજાઓ થવાથી પાર્થ પરેચા નામના ઘુંટુ ગામના યુવાનનું કમકમાટીભર્યુ મોત નિપજયુ હતું.જેથી તેના મૃતદેહને પીએમ માટે અહીંની સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો અને બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા આગળની તપાસ સાથે કરવામાં આવી છે.હાલમાં મૃતકના પિતા ગોવિંદભાઈ ગાંડુભાઇ પરેચા જાતે પટેલલ (૫૨) રહે.ઘુંટુ તા.મોરબી વાળાઓએ ઉપરોકત ટ્રક નંબર જીજે ૧૨ વાય ૮૦૮૦ ના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા જેતુનબેન કાસમભાઇ જંગીયા (૪૦) ચાલીસ અને ઇમરાન કાસમભાઇ જંગીયા (૨૩) ને વાંકાનેર હાઇવે ઉપર આવેલ કુબેર ટોકીઝ નજીક મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી પ્રથમ અહીંની સિવિલ હોસ્પિટલે સારવારમાં લવાયા હતા અને ત્યાંથી તેઓને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના વિસીપરા વિસ્તારમાં જ લાઈન્સનગરમાં રહેતા સોનલબેન દિલીપભાઈ ચૌહાણ નામની ૨૨ વર્ષીય મહિલાને તેના ઘેર મારામારીના બનાવમાં ઇજાઓ થતા તેને પણ સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી.






Latest News