કચ્છ જીલ્લામાં નવા સીએનજી પંપ કાર્યરત કરવા સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી ગેસ કંપનીઓમાં રજૂઆત મોરબીની રવાપર ચોકડી પાસે યુવાન ઉપર માથાના ભાગે છરી વડે હુમલો, સારવારમાં હળવદના વેજનાથ પાર્કમાં ઘરમાં જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીમાં અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો રોષ રાખીને બે લોકો ઉપર ચાર ઇસમોનો હુમલો, ૨૪ હજારની લૂંટ મોરબીમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ-2 કાર્ટિસ સાથે એક શખ્સ પકડાયો મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાનામાંથી ચોરી કરેલા વાયર સાથે બે આરોપીની ધરપકડ વાંકાનેર: જડેશ્વરના મેળામાં વિખુટા પડી ગયેલા બાળકનું પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું મોરબીમાં નાની કેનાલ રોડ અને રવાપર ગામે જુદીજુદી જગ્યાએ જુગારની 2 રેડમાં 9 મહિલા સહિત કુલ 19 લોકો ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર ગામના મહિલા સરપંચને રાજીનામું આપી દેવાની ધમકી ! : ગામના ચાર શખ્સો સામે કરી લેખિત ફરિયાદ


SHARE







મોરબીના લખધીરપુર ગામના મહિલા સરપંચને રાજીનામું આપી દેવાની ધમકી ! : ગામના ચાર શખ્સો સામે કરી લેખિત ફરિયાદ

મોરબી તાલુકાનાં લખધીરપુર ગામના મહિલા સરપંચ દ્વારા હાલમાં લેખિતમાં અરજી કરીને ગામના ચાર શખ્સો દ્વારા તેને રાજીનામું આપી દેવાની ધમકી આપેને ખોટા કેસમાં સંડોવી દેવાની ધમકી આપવામાં આવી રહી છે તેવી ફરિયાદ કરેલ છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

મોરબી તાલુકાનાં લખધીરપુર ગ્રામ પંચાયતના સરપંચ ચંદ્રીકાબેન કાનજીભાઇ પરમાર દ્વારા હાલમાં તેના જ ગામના રમેશભાઇ દેવરાજભાઇ ખાણધર, રમેશભાઇ ગંગારામભાઇ ખાણધર, હીરાલાલ જગદીશ પરમાર અને દેવજીભાઇ ગંગારામભાઇ ખાણધર સામે લેખિત અરજી કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, આ શખ્શો વારંવાર સરપંચ પદેથી રાજીનામું આપી દેવાની ધમકી આપે છે અને જો રાજીનામુ ન આપ્યું તો ખોટા કેસમાં સંડોવી દેવાની ધમકી આપે છે તેમજ તોછડાઇ ભર્યુ વર્તન કરીને ચેનચાળા, ઇશારા કરતાં હોય છે અને એકલતાનો લાભ લેવાનો પ્રયત્ન કરે છે તેમજ ગ્રામ પંચાયત કચેરીએ કામ વગર બેસવા માટે ના પાડવા છતા તે આવીને બેસે છે અને તેઓને તેમજ તેના પતિને હાથ પગ ભાંગી નાખવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપે છે.

હાલમાં ગામમાં વિવિધ જગ્યાઓ પર દબાણ ન હોય ત્યા પણ ગ્રામ પંચાયત કચેરીને ખોટી દબાણની અરજીઓ કરી ગ્રામ પંચાયત કચેરીને ખોટી ગેરમાર્ગે આ શખ્સો દોરી રહ્યા છે અને ગ્રામ પંચાયત્ત બોડી સુપરસીટ કરવાના હિન પ્રયાસો કરી રહ્યા છે તેમજ લખધીરપુર ગામની વચ્ચે તેમજ ગામના વોટ્સ એપ ગૃપમાં મનફાવે તેવી રીતે ખુબ જ અભદ્ર ભાષામાં ગાળો મોકલે છે. તેમજ મહિલા સરપંચને પર્સનલ મોબાઇમાં પણ ફોન કરીને તેમજ તેના પતિને ગાળો આપે છે. વધુમાં તેને જણાવ્યુ છે કે રમેશભાઇ દેવરાજભાઇના પત્ની તેની સામે ગ્રામ પંચાયતની સરપંચની ચુંટણી લડ્યા હતા અને તે હારેલ છે જેથી ચૂંટણીનો ખાર રાખીને ત્યારથી આક્ષેપો વાળી ખોટી અરજીઓ કરવામાં આવી રહી છે જેથી કરીને માનશીક ત્રાસમાંથી મુકિત અપાવવા માટે મહિલા સરપંચે મામલતદાર, પ્રાંત અધિકારી, પોલીસ સહિતનાને લેખિતમાં અરજી આપી છે.




Latest News