મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં જુગારની ચાર રેડ : ચકલા પોપટ સહિતનો જુગાર રમતા ૧૩ જુગારી ઝડપાયા


SHARE











મોરબી જીલ્લામાં જુગારની ચાર રેડ : ચકલા પોપટ સહિતનો જુગાર રમતા ૧૩ જુગારી ઝડપાયા

મોરબી જીલ્લામાં જુગારની જુદીજુદી જગ્યાઓએ રેડ કરવામાં આવી રહી છે. ત્યારે વાંકાનેરમાં ચકલા પોપટનો જુગાર રમાડતા બે શખ્સ સહિત કુલ મળીને ૧૩ જુગારીઓ જુદીજુદી ચાર રેડમાં ઝડપાયા હતા.જેથી કરીને પોલીસે ૩૮,૩૮૦ ની રોકડ કબજે કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

હળવદ તાલુકાનાં ચરાડવા ગામે ખરેડા વાળા રસ્તે જાહેરમાં જુગાર રમતા હોવાની રવિરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા તથા હરવિજયસિંહ કીરીટસિંહ ઝાલાને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા ધનજીભાઇ મુળજીભાઇ સોલંકી, જયંતીભાઇ લવજીભાઇ મકવાણા, સંજયભાઇ જગજીવનભાઇ માકસણા, કિશોરભાઇ કુકાભાઇ ઉઘરેજીયા, રોહીતભાઇ ગોવીંદભાઇ રાજપરીયા, રાજુભાઇ ખોડાભાઇ સોલંકી અને આસીકભાઇ અનવરભાઇ ભટ્ટી મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડા ૧૩,૩૩૦ નો મુદામાલ કબજે કર્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વાંકાનેર શહેરના આરોગ્યનગર ચોકમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી.જેથી પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જુદાજુદા ચિત્રોના બેનર બનાવીને ત્યાં જુગાર રમાડવામાં આવતો હોય તેવું ધ્યાનમાં આવ્યુ હતું અને ચકલા પોપટનો આ જુગાર રમાડતા અજયસિંહ વનરાજસિંહ ઝાલા (ઉંમર ૩૨) રહે.ગોકુળનગર વિજય પાનવાડી શેરી વાંકાનેર અને રવિભાઈ જગદીશભાઈ શંખેસરિયા (ઉંમર ૨૪) રહે.વેલનાથપરા વાંકાનેર વાળા હાજર મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૧૪,૩૭૦ ની રોકડ કબ્જે કરીને જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ ઇદગાહના મેદાનમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસ ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ઈદગાહના મેદાનમાં જુગાર રમતા ઇમરાન ઉર્ફે ચકલી રહીમભાઈ મોવર, માજીદભાઈ બસીરભાઈ ભટ્ટી, રફિકભાઈ હનીફભાઈ મોવર અને હારુનભાઈ ઈસ્માઈલભાઈ શેડાત રહે.બધા મચ્છીપીઠ પાસે જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૧૦,૧૦૦ ની રોકડ કબજે કરી હતી અને જુગાર ધારા મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી.તેમજ મોરબીના ગાંધીચોક પાસે મેલડી માતાજીના મંદિર નજીક વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની માહિતી પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યારે રેડ કરતાં ગુલાબશા મહેબૂબશા કાજી જાતે ફકીર (ઉંમર ૩૮) રહે. કાલિકા પ્લોટ હુસૈની ચોક વાળાની ૫૮૦ ની રોકડ સાથે ધરપકડ કરેલ છે.






Latest News