મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

વાંકાનેરના ઓળ ગામે વાડીની ઓરડીમાંથી ૨૪૦ બોટલ દારૂ ઝડપાયો : આરોપીની શોધખોળ


SHARE











વાંકાનેરના ઓળ ગામે વાડીની ઓરડીમાંથી ૨૪૦ બોટલ દારૂ ઝડપાયો : આરોપીની શોધખોળ

વાંકાનેર તાલુકાના ઓળ ગામની સગો તરીકે ઓળખાતી સીમમાં આવેલ વાડીની ઓરડીમાં દારૂનો જથ્થો હોવાની બાતમી એલસીબીની ટીમને મળી હતી જેના આધારે ત્યાં રેડ કરવામાં આવી હતી.ત્યારે સ્થળ ઉપરથી ૨૪૦ બોટલ દારૂ મળી આવ્યો હતો.જેથી પોલીસે ૯૦ હજાર રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો અને સ્થળ ઉપર આરોપી હાજર ન હોવાથી તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી પ્રમાણે વાંકાનેર તાલુકાના ઓળ ગામની સગો તરીકે ઓળખાતી સીમમાં આવેલ ચેતનભાઇ અવચરભાઈ વીંજવાડિયાની વાડીએ દારૂનો જથ્થો હોવાની બાતમી મોરબી જિલ્લા એલસીબીની ટીમને મળી હતી જેના આધારે પોલીસે તે વાડીમાં દારૂની રેડ કરી હતી ત્યારે ચેતનભાઇ અવચરભાઈ વિજવાડિયાની કબ્જા વાળી વાડીની ઓરડીમાંથી ૨૪૦ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે ૯૦,૦૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો.જોકે વાડીના માલિક ચેતનભાઇ અવચરભાઈ વિજવાડીયા જાતે કોળી રહે.ઓળ ગામ ખોડીયાર માતાજીના મંદિર પાસે તા.વાંકાનેર જી.મોરબી વાળો વાડીએ હાજર ન હોવાથી તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે.

મારામારીમાં યુવાનને ઇજા

મોરબીના સામાકાંઠે આવેલ ઉમા ટાઉનશીપ વિસ્તારમાં રહેતા સૌરભ સ્વરાજસિંગ યાદવ જાતે આહિર નામના ૨૪ વર્ષીય યુવાનને માળિયા ફાટક પાસે ઇન્દિરાનગર નજીક મોડી રાત્રિના એકાદ વાગ્યે મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચતા સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના જે.જે.ડાંગર દ્વારા તપાસ કરવામાં આવતા ખુલ્યું હતું કે સૌરભ આહિર સહિતના ત્રણ-ચાર મિત્રો રૂમ પાર્ટનર તરીકે સાથે રહેતા હોય અને કોઈ મિત્ર રૂમ ઉપર આવ્યો હોય જે બાબતને લઈને બોલાચાલી થઈ હતી અને તે વાતને લઈને થયેલી મારામારીમાં તેને ઇજાઓ પહોંચી હોય સારવારમાં લાવવામાં આવ્યો હતો.

ફિનાઇલ પી લેતા સારવારમાં

મોરબીના સામાકાંઠે આવેલ નજરબાગ રેલ્વે સ્ટેશન સામેની ગાંધી સોસાયટીમાં રહેતો દિનેશ છગનભાઈ મકવાણા નામનો ૩૫ વર્ષીય યુવાન તેના ઘેર કોઈ કારણોસર ફીનાઇલ પી ગયો હતો જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.બનાવવાની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમાર દ્વારા આ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.






Latest News