મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

ગતિશીલ ગુજરાત!: મોરબીની ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં ચાર વખત રજૂઆત પછી પણ ગંદકી યથાવત


SHARE







ગતિશીલ ગુજરાત!: મોરબીની ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં ચાર વખત રજૂઆત પછી પણ ગંદકી યથાવત

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ ઇન્દ્રપ્રસ્થ સોસાયટી પાસે ભૂગર્ભ ગટરના પાણી છેલ્લા ૬  દિવસથી ઉભરાઇ છે અને ગટરના પાણીનો નિકાલ નહિ થતા સ્થાનિક લોકો દ્વારા અગાઉ ત્રણ વખત રજૂઆત કરવામાં આવી છે તો પણ કામ કરવામાં આવ્યું નથી જેથી કરીને ચોથી વખત સ્થાનિક લોકો દ્વારા આ મુદે પાલિકામાં લેખિત આવેદનપત્ર આપીને ગટરની ગંદકીને દૂર કરવા માટેની રજૂઆત કરવામાં આવી હતી ત્યારે સોસાયટીના તમામ સભ્યો સાથે રહ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, છેલ્લા ૨૦ દિવસથી પ્રિ મોન્સૂન કામગીરી માટે અરજી આપવામાં આવી હતી અને ત્યાર બાદ વરસાદી પાણી અને ભૂગર્ભના પાણી સોસાયટીમાં ઘુસી ગયા તો પણ કામ કરવામાં આવ્યું ન હતું જેથી કરીને પાંચ વખત મૌખિક અને ૩ વખત લેખિત અરજી કરવામાં આવી હતી તો પણ પાલિકાએ કામ કર્યું ન હતું જેથી ઇન્દ્રપ્રસ્થ સોસાયટીના લોકોએ પોતાના કામ ધંધા બંધ રાખીને સમૂહમાં પાલિકાએ આવેદનપત્ર અપાયું હતું






Latest News