મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીની મહારાણા પ્રતાપ સોસાયટીમાં રહેતો શખ્સ ૨૨ બોટલ દારૂ સાથે ઝડપાયો


SHARE







મોરબીની મહારાણા પ્રતાપ સોસાયટીમાં રહેતો શખ્સ ૨૨ બોટલ દારૂ સાથે ઝડપાયો

મોરબીમાં સર્કિટ હાઉસની પાછળના ભાગમાં આવેલ મહારાણા પ્રતાપ સોસાયટીમાં રહેતા શખ્સ પાસે દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી અને ૨૨ બોટલ દારૂ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં સર્કિટ હાઉસની પાછળના ભાગમાં આવેલ મહારાણા પ્રતાપ સોસાયટીમાં રહેતા શખ્સ પાસે દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી.ત્યારે તેની પાસેથી જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને ૨૨ બોટલ દારૂની મળી આવી હતી.જેથી કરીને પોલીસે રૂા.૨૫,૨૫૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબ્જે કરીને અર્જુનસિંહ દિલૂભા ઝાલા જાતે દરબાર (ઉંમર ૨૮)  રહે.મહારાણા પ્રતાપ સોસાયટી સર્કિટ હાઉસ પાછળ મૂળ રહે. નાની વાવડી તા.મોરબી વાળાની ધરપકડ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ કરેલ છે.

દારૂના ગુનામાં આરોપી પકડાયો

મોરબીના સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલની પાસે આવેલ કડિયા બોર્ડિંગ પાસેની ખુલ્લી જગ્યામાંથી બાતમીના આધારે ૧૦૮ બોટલ દારૂ પકડવામાં આવ્યો હતો અને જે તે સમયે ૧.૨૩ લાખના મુદ્દામાલ સાથે હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા મનુભા જાડેજા (૩૪) રહે.નિત્યાનંદ સોસાયટી ગુ.હાઉસિંગ બોર્ડ પાછળ મોરબી-૨ સ્થળ ઉપરથી મળી આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પૂછપરછ દરમિયાન રવિ નટુભાઈ પટેલનું નામ ખુલ્યું હતું.જેથી પોલીસ દ્વારા હાલમાં રવિન્દ્ર ઉર્ફે રવિ નટુભાઈ વિડજા જાતે પટેલ (૨૯) હાલ રહે.હરિઓમ પાર્ક સોસાયટી ઘુંટુ રોડ મોરબી-૨ મૂળ રહે.જુના દેવડીયા તાલુકો હળવદ વાળાની ઉપરોક્ત દારૂના ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે રહેતો કરશનભાઈ પ્રભુભાઈ પાટડીયા જાતે કોળી નામનો ૨૦ વર્ષિય યુવાન ભીમસર ચોકડી પાસેથી બાઈક લઈને જતો હતો તે સમયે બાઇક સ્લીપ થઈ જતા સર્જાયેલ અકસ્માત બનાવમાં તેને ઇજાઓ પહોંચી હતી જેથી કરીને કરશનભાઇને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે પોલીસે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.






Latest News