મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના જડેશ્વર મહાદેવ, ખોખરા હનુમાન, રામધન આશ્રમ અને શાંતિવન આશ્રમે ગુરુપૂર્ણિમા ઉજવાઈ


SHARE











મોરબી જિલ્લાના જડેશ્વર મહાદેવ, ખોખરા હનુમાન, રામધન આશ્રમ અને શાંતિવન આશ્રમે ગુરુપૂર્ણિમા ઉજવાઈ

મોરબી જિલ્લા ઘણા દેવસ્થાનોમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોટાભાગના દેવા સ્થાનોમાં ગુરુપૂર્ણિમાની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી

મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલ સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરમાં ગુરુપૂર્ણિમા ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુપૂર્ણિમા ઉત્સવમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને મંદિરે પુજન અને દર્શન સહિતનો લાભ લીધો હતો તેવું મંદિરના મહંત અને ટ્રસ્ટ વતી જીતેન્દ્રપ્રકાશજી ત્રિવેદીએ જણાવ્યુ છે

રામધન આશ્રમ

મોરબીના રામધન આશ્રમ ખાતે મહંત ભાવેશ્વરી માં ના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભાવેશ્વરી માતાજીના શિષ્ય રત્નેશ્વરીબેન દ્વારા સત્સંગ યોજાયો હતો જે પ્રસંગે મંત્રી બ્રિજેશભાઈ મેરજા, માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, બી ડીવીઝન પીઆઈ પી.કે. દેકાવાડીયા, તાલુકા પીઆઈ વિરલ પટેલ, જીલ્લા આરોગ્ય અધિકારી ડો. કતીરા સહિતના આગેવાનો તેમજ સાયલા, ઇડર, રાજકોટ સહિતના સ્થળેથી ભક્તો આવ્યા હતા અને તમામે મહાપ્રસાદનો લાભ લીધો હતો તેવું મુકેશ ભગતે યાદીમાં જણાવ્યુ છે

શાંતિવન આશ્રમ

મોરબીના વીસીપરામાં ધોળેશ્વર સ્મશાન પાસે આવેલ સંત શિરોમણી કેશવાનંદ બાપુના શાંતિવન આશ્રમે દર વર્ષે ગુરુપૂર્ણિમા ઉજવવામાં આવી હતી ત્યારે ગુરુપૂજન, ગુરુ યાગ, સાંજે સત્યનારાયણ ભગવાનની કથા તેમજ રાત્રે સંતવાણીના કાર્યક્રમ યોજાયા હતા તેમજ બપોરે મહાપ્રસાદનો ભક્તોએ લાભ લીધો હતો

ખોખરા હનુમાન

મોરબી નજીકના ખોખરા હનુમાન હરિહર ધામમાં મહામંડલેશ્વર મા કનકેશ્વરી દેવીજીના સાનિધ્યમાં ગુરૂપૂર્ણિમા નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ગુરૂ પૂજન, ગુરૂ મહિમા સત્સંગ, વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમ રાખવામા આવેલ હતા તેમજ ગુરૂપૂર્ણિમાની સાથે ત્યાં મંદ બુદ્ધિ પ્રશિક્ષણ કેન્દ્રનો પણ શુભારંભ કરવામાં આવેલ છે આ કેન્દ્રમાં આશ્રમની વ્યવસ્થા મુજબ બાળકોને નિવાસ, ભોજન સહિત સગવડ આપવામાં આવશે

ભીમનાથ મહાદેવ

મોરબી નજીકના લજાઈ ગામ પાસે આવેલ ભીમનાથ મહાદેવ મંદિર ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગુરુ પૂજના, દેવ પૂજન સહિતના કાર્યક્રમ યોજાયા હતા જેમાં મોટી  સંખ્યામાં લોકો જોડાયા હતા

પરશુરામ યુવા ગ્રુપ

મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ગુરૂપૂર્ણિમા પાવન અવસર પર ગુરૂપૂજન તથા ગુરૂ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભૂદેવોના ગુરૂ આદિગુરૂ શંકરાચાર્યજીનું પૂજન તથા સંગીતમય ગુરૂવંદના શાસ્ત્રી  અમિતભાઈ પંડ્યા દ્વારા શંકર આશ્રમ ખાતે  કરાવવામાં આવી હતિ તે કાર્યક્રમમાં પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ રોહીતભાઈ પંડ્યા, મહામંત્રી ધ્વનિતભાઈ દવે, મહામંત્રી  કમલભાઈ દવે, ઉપપ્રમુખ આદર્શભાઈ દવે, યજ્ઞેશભાઈ જાની, સહમંત્રી વિજયભાઈ રાવલ, ગૌરાંગભાઈ દવે, દીપભાઈ પંડ્યા, કોષાધ્યક્ષ નયનભાઈ પંડ્યા, મીડિયા ઇન્ચાર્જ હર્ષભાઈ જાની, તેમજ બ્રહ્મઅગ્રણીઓ ડો. બી. કે. લહેરુ, ડો. રાજુભાઈ ભટ્ટ, પ્રશાંતભાઈ મહેતા, નરેન્દ્રભાઈ મહેતા, કિશોરભાઈ શુકલ, અમૂલભાઈ જોષી, કેયુરભાઈ પંડ્યા, સચિનભાઈ વ્યાસ, આર્યનભાઈ ત્રિવેદી, ઉર્વીશભાઈ જોષી, વિશ્વાસભાઈ જોષી, ભાર્ગવભાઈ રાવલ, દિવ્યેશભાઈ મહેતા તેમજ બ્રહ્મબંધુઓ હાજર રહ્યા હતા

વિહિપ અને બજરંગ દળ

ગુરુપૂર્ણિમાના પાવન અવસરે ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ, સહિતની સંસ્થાના અગ્રણીઓએ રામધન આશ્રમ, કબીર આશ્રમ સહિતના સ્થળોએ ગુરુ વંદન કરી હતી અને મોરબી જીલ્લાના ૩૫ સ્થળોએ સંતોના પૂજન કર્યા હતા અને આશીર્વાદ મેળવ્યા હતા દરમ્યાન રામધન આશ્રમ ખાતે માં ભાવેશ્વરીબેનને વંદન કરી આશીર્વાદ મેળવ્યા હતા તે ઉપરાંત વિવિધ શાળા અને કોલેજમાં પણ ગુરુપૂર્ણિમા પર્વ ઉજવાયો હતો






Latest News