મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના પીપળી પાસેથી દારૂની નાની-મોટી ૮૮ બોટલ સાથે બે શખ્સ પકડ્યા


SHARE







મોરબીના પીપળી પાસેથી દારૂની નાની-મોટી ૮૮ બોટલ સાથે બે શખ્સ પકડ્યા

મોરબીના પીપળી ગામના પાટીયા પાસેથી જતાં બાઈકને રોકીને પોલીસે બે શખ્સને ચેક કર્યા હતા ત્યારે તેની પાસેથી દારૂની નાની મોટી ૮૮ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે બાઇક અને દારૂ મળીને ૫૧,૩૭૫ નો મુદામાલ કબજે કરીને આગળની કાર્યવાહી કરી હતી.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જેતપર રોડ ઉપર આવેલ પીપળી ગામના પાટીયા પાસેથી પસાર થતા બાઈકને રોકીને બાઈક ઉપર જતા બે શખ્સોને પોલીસે ચેક કર્યા હતા ત્યારે તેઓની પાસેથી દારૂની નાની અને મોટી બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે જુદી જુદી બ્રાન્ડની દારૂની મોટી ૫૦ બોટલ તેમજ ૩૮ ચપલા આમ કુલ મળીને તેની પાસેથી ૨૬૩૭૫ રૂપિયાની કિંમતની દારૂની બોટલો અને બાઈક નંબર જીજે ૩૬ એબી ૮૯૩૮ જેની કિંમત રૂપિયા ૨૫૦૦૦ આમ કુલ મળીને ૫૧,૩૭૫ ની કિંમતમાં મુદ્દામાલ કબજે કરીને પોલીસે રાહુલ જેરામભાઈ મકવાણા જાતે કોળી (ઉંમર ૨૨) રહે. હાલ હેમ સીરામીકના કારખાનામાં લાલપર અને ઓમપ્રકાશ વિશ્વનાથસિંહ ચૌહાણ જાતે રાજપૂત (ઉંમર ૨૮) રહે. હાલ ઉમા વિલેજ મહેન્દ્રનગર પાછળ મોરબી વાળાની ધરપકડ કરેલ છે.

ડમ્પર ઉપરથી પડી જતા ઈજા

મોરબીના માળિયા મીંયાણા તાલુકાના વાધરવા ગામે રહેતા પ્રભાતભાઈ જસાભાઈ ચાવડા નામનો ૪૭ વર્ષનો યુવાન ભરતનગર ગામ પાસે આવેલ મિલ્ટન વર્લ્ડ નામના કારખાના પાસે હતો અને ત્યાં તે ડમ્પર ઉપર કામ સબબ ચડ્યો હતો અને ત્યારે તે ડમ્પર ઉપરથી નીચે પડી જતા ઇજાઓ થવાથી તેને સારવાર માટે મોરબી ખસેડાયો હતો.તેમજ માળીયા મીંયાણા તાલુકાના ફતેપર ગામે રહેતા બાઉદીનભાઈ સુમારભાઈ રાઉમા જાતે સંધિ નામના ૭૪ વર્ષીય વૃદ્ધ બાઈકના પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે રસ્તામાં તેઓ બાઈકમાંથી નીચે પડી જતા ઈજાઓ થવાથી તેઓને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.

મારામારીમાં મહિલાને ઈજા

હળવદમાં આવેલ નાલંદા સ્કૂલની બાજુમાં રહેતા ગીતાબેન દિલીપભાઈ ભેંસવડીયા નામની ૩૪ વર્ષના મહિલાને તેના ઘરની પાસે મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી તેમને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા બનાવ અંગે પ્રાથમિક તપાસ કરીને એ ડિવિઝન પોલીસે બનાવ અંગે હળવદ પોલીસને જાણ કરી હતી.






Latest News