મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાનને માર મારી જાતિપ્રત્યે હડધુત કરનાર વધુ ત્રણની અટકાયત : બે જેલ હવાલે


SHARE







મોરબીમાં યુવાનને માર મારી જાતિપ્રત્યે હડધુત કરનાર વધુ ત્રણની અટકાયત : બે જેલ હવાલે

મોરબીના સામાકાંઠે માળીયા-વનાળીયા સોસાયટીમા રહેતા કાકાને જાતી પ્રત્યે અપમાનીત કરનાર સામે ફરિયાદ નોંધાવવા માટે જતાં ભત્રીજાને રસ્તામાં રોકીને ત્રણ શખ્સો દ્વારા તેને ધોકા અને છરી વડે માર મરવામાં આવ્યો હતો જેથી યુવાને મહિલા બુટલેગર સહિત ચારની સામે ગાળો આપીને માર મારવાની તેમજ જાતી પ્રત્યે અપમાનીત કર્યા હોવાથી એટ્રોસીટી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે થોડા દિવસો પહેલા મહિલા બુટલેગરને પકડીને જેલ હવાલે કરી હતી અને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલુ હતી જે પૈકી એક માઇનોર હોય ત્રણ પૈકીના બે ને જેલ હવાલે કરાયા હોવાનું જાણવા મળેલ છે.

મોરબી-૨ સામાકાંઠે માળીયા વનાળીયા સોસાયટીના રહેવાસા અને હાલમાં મોરબીના શોભેશ્વર રોડે આવેલ વાણીયા સોસાયટીમાં રહેતા પંકજભાઇ પાલાભાઇ રાઠોડ (૨૦) એ થોડા દિવસો પહેલા સોનલબેન અબ્બાસભાઈ કટીયા રહે.માળીયા-વનળીયા સોસાયટી, સોનલબેનનો ભાઈ ઈસ્માઈલ ઉર્ફે શેરો મોવર, સોનલબેનનો બનેવી ફીરોજભાઈ અને શેરાનો દિકરાની સામે ફરિયાદ નોંધાવી હતી કે, માળીયા-વનાળીયા સોસાયટીમા સોનલબેનના ઘરની સામે ફરીયાદીના કાકા ઉમેશભાઈ રહે છે અને ગત તા.૨૫-૬ ના સાડા આઠેક વાગ્યાના અરસામા ફરીયાદી તથા તેના કાકા અને હરીભાઈ સોનલબેનના ઘર પાસેથી નીકળતા તેણીને નહીં ગમતા તેઓને ગાળો આપી હતી અને જાતી પ્રત્યે અપમાનીત કર્યા હતા અને લાકડાના ધોકાનો ઘા મારીને, ફરીયાદી ફરીયાદ કરવા જતા હોય તે વખતે આરોપી ઈસ્માઈલ ઉર્ફે શેરો મોવર, ફીરોજભાઈ અને શેરાનો દિકરાએ ફરીયાદીનું બાઇક રસ્તામા ઉભુ રખાવ્યું હતું અને ઈસ્માઈલ ઉર્ફે શેરો મોવરએ ફરિયાદીને ડાબા હાથે છરીનો ઘા મારી તેમજ આરોપી ફીરોજભાઈએ પગ પકડી નીચે પાડી દીધો હતો અને ત્રીજા ઇસમે તેને લાકડાના ધોકાનો એક ઘા જમણા પગે માર્યો હતો અને ગાળો આપી જાતી પ્રત્યે અપમાનીત કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આ ગુનામાં થોડા દિવસો પહેલા મહિલા બુટલેગર સોનલબેન ઉર્ફે સોનકી અબ્બાસભાઈ કટીયા (૪૩) રહે. માળીયા-વનળીયા સોસાયટી ની ધરપકડ કરીને જેલ હવાલે કરેલ છે અને તપાસ દરમ્યાન આ ગુનામાં શેરાઅલી ઉર્ફે શેરો ઈસ્માઈલ મોવર (૪૨) રહે. જડેશ્વર મંદિર પાસે માધાપર મોરબી અને ફિરોજ હૈદર કટિયા મિયાણા (૪૪) રહે. રૂસતમ મિલની ચાલી દુધેશ્વર રોડ અમદાવાદ વાળાની ધરપકડ કરીને જેલ હવાલે કરેલ છે તેમજ ત્રીજો આરોપી બાલ કિશોર હોય તેની પૂછપરછ કરી મુક્ત કરાયેલ છે  






Latest News