મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતીદેવડી અને ચંદ્રપુર પાસે જુગારની બે રેડ: ૧૩ જુગારી ૭૦,૯૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપાયા


SHARE











વાંકાનેરના રાતીદેવડી અને ચંદ્રપુર પાસે જુગારની બે રેડ: ૧૩ જુગારી ૭૦,૯૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપાયા

વાંકાનેર સીટી પોલીસ દ્વારા રાતીદેવડી અને ચંદ્રપુર પાસે જુગારની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી જેમાં કુલ મળીને ૧૩ જુગારીઓ ૭૦,૯૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા જેથી કરીને તેઓની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.


વાંકાનેરના રાતીદેવળી ગામની ભામણીયા સીમ ઇસ્માઇલભાઇ રહીમભાઇ માણસીયા તેની વાડીની ઓરડીમાં જુગાર રમાડતા હોવાની બાતમી સ્ટાફના પ્રતીપાલસિંહ વાળા તથા કૃષ્ણરાજસિંહ ઝાલાને મળી હતી.જેના આધારે રેડ કરતા આરોપીઓ ઈસ્માઈલભાઈ રહીમભાઇ માણસીયા જાતે મોમીન (ઉ.વ.૩૬) રહે.રાતીદેવળી તા.વાંકાનેર જી.મોરબી, નજરૂદ્દીનભાઈ મામદભાઈ માથકીયા જાતે મોમીન (ઉ.વ.૩૭), રહે.રાતીદેવળી, નશરૂલ્લાભાઈ નુરમામદભાઈ કડીવાર જાતે મોમીન (ઉ.વ.૩૦), રહે.રાતીદેવળી, જાહીદભાઈ હાજીભાઈ માથકીયા જાતે મોમીન (ઉ.વ.૩૧) રહે.રાતીદેવળી, અયુબભાઈ મીમનજીભાઈ કડીવાર જાતે મોમીન (ઉ.વ.૩૮) રહે.રાતીદેવળી, યુસુફભાઈ ઉસ્માનભાઈ બાદી જાતે મોમીન (ઉ.વ.૫૦) રહે.રાતીદેવળી, ગુલાબભાઈ નુરમામદભાઈ કડીવાર જાતે મોમીન (ઉ.વ.૩૫), રહે.રાતીદેવળી, તોસીફભાઈ હસનભાઈ માથકીયા જાતે મોમીન (ઉ.વ.૨૭) રહે.રાતીદેવળી અને હનીફભાઈ રહીમભાઈ માણસીયા જાતે મોમીન (ઉ.વ.૩૦) રહે. રાતીદેવડી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી હાલમાં રોકડા રૂપિયા ૨૪૭૦૦ અને અન્ય મુદ્દામાં મળીને કુલ ૬૦,૭૦૦ રૂપિયા નો મુદ્દા માલ કબજે કરેલ છે અને તેની સામે જુગાર હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


આવી જ રીતે ચંદ્રપુર નસીબ પાનવાળી શેરીમા સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમા અમુક ઈસમો જુગાર રમતા હોવાની માહિતી કૃષ્ણરાજસિંહ ઝાલા અને હીરાભાઈ મઠીયાને મળી હતી જેથી ત્યાં રેડ કરી હતી ત્યારે  આશીફભાઈ ઉસ્માનભાઈ વડાવીયા જાતે મોમીન (ઉ.વ.૨૮), મકબુલભાઈ અબ્દુલભાઈ વકાલીયા (ઉ.વ.૩૬), ઈમ્તિયાઝભાઈ મામદભાઈ શેરસીયા જાતે મોમીન (ઉ.વ.૩૨) અને મયુદીનભાઈ અબ્દુલભાઈ પીંડાર જાતે મોમીન (ઉ.વ.૨૮) રહે. બધા ચંદ્રપુર તા.વાંકાનેર જી.મોરબી જુગાર રમતા મળી આવ્યા હતા.જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૧૦,૨૫૦ ની રોકડ કબજે કરીને જુગારધારા મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ઉપરોકત બંને રેડની કામગીરી ઇનચાર્જ પીઆઇ બી.પી.સોનારા તથા એ.એસ.આઈ હીરાભાઈ મઠીયા, પ્રદીપસિંહ ઝાલા, હરપાલસિંહ પરમાર, બળદેવસિંહ જાડેજા, હરદીપસિંહ ઝાલા, દીવ્યરાજસિંહ ઝાલા, મુકેશભાઇ વાસાણી, પ્રતીપાલસિંહ વાળા તથા કૃષ્ણરાજસિંહ ઝાલા દ્રારા કરવામાં આવેલ છે.






Latest News