મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ માળીયા (મી)માં હત્યાના બનાવમાં મૃત્યુ પામેલ પિતાની યાદ આવતી હોય સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક હવા ભરતા સમયે ટ્રકનું ટાયર ફાટતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 4 શખ્સ પકડાયા હળવદના જુના દેવળીયા ગામ પાસે નર્મદાની ધાંગધ્રા બ્રાન્ચ કેનાલના સાયફનમાં બાકોરનું પાડનાર અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો મોરબી નજીક કારખાનામાં એર કમ્પ્રેસરથી શરીરમાં હવા ભરી દેતા યુવાન સારવારમાં મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું
Breaking news
Morbi Today

ટંકારામાં પત્નીની છેડતી કરનારને સમજાવવા ગયેલ યુવાન સહિત બેને ચાર શખ્સોએ માર માર્યો


SHARE











ટંકારામાં પત્નીની છેડતી કરનારને સમજાવવા ગયેલ યુવાન સહિત બેને ચાર શખ્સોએ માર માર્યો

ટંકારામાં ખીજડીયા રોડ ઉપર પોટરી ફાર્મ ધરાવતા યુવાનની પત્નીની છેડતી કરનારા શખ્સને તેણે સમજાવ્યો હતો જે બાબતનો ખાખાર રાખીને યુવાનને છેડતી કરનારા ને તેના પિતા સહિતના ચાર દ્વારા ધોકા વડે માર મરવામાં આવ્યો હતો મારામારી દરમિયાન બે યુવાનોને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે અને આ બનાવની હાલમાં ટંકારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારામાં રહેતા અને નાના ખીજડીયા રોડ ઉપર શહેનઝ પોટરી ફાર્મ ધરાવતા ઈકબાલભાઈ હાસમભાઈ સરવદી (૩૭) અને તેના ભાગીદાર સલીમ હુસેનભાઈ માડકીયા (૩૫)ને હુસેનભાઇ સુલેમાનભાઈ માડકીયા, આદિલ, સિકંદર અને અબ્દુલ નામના ચાર શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો છે જેથી કરીને બંને ઇજાગ્રત યુવાનોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને મારામારીના બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી છે દરમિયાન મારામારીના બનાવમાં ઈજા પામેલા ઈકબાલ સાથે વાત કરતા તેણે જણાવ્યું હતું કે તેના પત્નીની અબ્દુલ છેડતી કરતો હતો જેથી કરીને તેને આવું ન કરવા માટે થઈને તેને કહ્યું હતું જે બાબતનો ખાર રાખીને હુસેનભાઇ, અબ્દુલ, સિકંદર અને આદિલએ લાકડાના ધોકા વડે તેના પોટરી ફાર્મ ખાતે આવીને તેને માર માર્યો હતો અને તેની સાથે ભાગીદારીમાં રહેલ સલીમ હુસેન માડકીયાને પણ માર મારવામાં આવ્યો હતો જેથી ઈજાગ્રસ્તોને સારવારમાં માટે રાજકોટ ખસેડવામાં આવેલ છે અમે આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News