મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો મોરબી આઇટીઆઇની મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ વિશેષ મુલાકાત લીધી મોરબી જિલ્લામાં આગામી રવિ, સોમ અને મંગળવારે રાષ્ટ્રીય પોલિયો ઝુંબેશ અંતર્ગત ૧.૨૧ લાખથી વધુ બાળકો પીવડાવાશે પોલિયોના ટીપાં
Breaking news
Morbi Today

મોરબીમાં FIEO દ્રારા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય તેમજ સિરામીક એસો.સાથે એક્સપોર્ટ મીટનું આયોજન


SHARE











મોરબીમાં FIEO દ્રારા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય તેમજ સિરામીક એસો.સાથે એક્સપોર્ટ મીટનું આયોજન

મોરબીમાં FIEO દ્રારા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય-ભારત સરકાર અને મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન સાથે સંયુક્ત રીતે મોરબી ખાતે એક્સપોર્ટ મીટનું આયોજન કરવામા આવ્યુ હતુ.જેમા એક્સપોટઁરો સાથે વર્તમાન અને આગામી પડકારો વિશે ચર્ચાઓ કરવામા આવી હતી.જેમા એક્સપોર્ટરોને પડતી તકલીફો અને તેના નિવારણ માટેની ચર્ચાઓ થઈ હતી.

કાર્યક્રમનો ઉદ્દેશ વૈશ્વિક વેપારની બદલાતી ઇકોસિસ્ટમ ઉપર વધુ સ્પષ્ટતા લાવવાનો હતો અને ભારત સરકાર દ્રારા નિકાસને સરળ બનાવવા માટે ઓફર કરાયેલ વિવિધ યોજનાઓનો લાભ કેવી રીતે મેળવી શકે છે..? તેના વિશે FIEO દ્રારા માહિતી આપવામા આવી હતી. કાર્યક્રમમાં રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા, સાસંદ મોહનભાઈ કુંડારિયા, નંદકિશોર કાગલીવાલ, ક્ષેત્રીય અધ્યક્ષ (WR), FIEO અને ઉપપ્રમુખ ખાલિદખાન FIEO, તેમજ ડૉ.અજય સહાય (DG અને CEO, FIEO) અને મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રમુખ મુકેશ કુંડારીયા, હરેશ બોપલીયા, વિનોદ ભાડજા, કિરીટ પટેલ તેમજ જે.એમ.બિશ્નોઈ (ITS, Jt.  DGFT-રાજકોટ), કે.વી.મોરી (જીએમ, ડીઆઈસી-મોરબી), વિકાસ પ્રસાદ, બ્રાન્ચ હેડ, ECGC લિમિટેડ અને FIEO કન્વીનર વિશ્વનાથ શ્રીનિવાસન તેમજ મોટી સંખ્યામાં ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.

 






Latest News