મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

કોડીનારના જંત્રાખડી ગામની ઘટનામાં આરોપીને આકરી સજાની મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજની માંગ


SHARE











કોડીનારના જંત્રાખડી ગામની ઘટનામાં આરોપીને આકરી સજાની મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજની માંગ

મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ દ્વારા કચ્છ મોરબી જિલ્લા સાંસદ અને પ્રદેશ ભાજપ મંત્રી વિનોદભાઈ ચાવડા તથા રાજ્યના પંચાયત મંત્રી બિજેશભાઈ મેરજા તેમજ પુર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાની હાજરીમાં મોરબીની મુલાકાતે આવેલ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને રૂબરૂ મળીને કોડીનારના જંત્રાખડી ગામે આઠ વર્ષની ફૂલ જેવી બાળકી ઉપર દુષ્કર્મ કરી હત્યા નિપજાવી હતી  તેના અનુસંધાને પરિવારને ટૂંક સમયમાં ન્યાય મળે તેમ માટે જલ્દી સંપૂર્ણ તપાસ પૂર્ણ કરીને પરીવારને ન્યાય અને ગુનેગારોને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તેમજ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ડે ટુ ડે કેશ ચલાવીને ઝડપથી પરિવારને ન્યાય આપવામાં આવે તથા ભોગ બનેલ પરિવારને સરકારી સહાય આપવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ તકે ગોસ્વામી સમાજના પ્રમુખ મહંત ગુલાબગીરી તથા સમાજના આગેવાન અને પત્રકાર સુરેશગીરી ગોસ્વામી સહિતના હાજર રહ્યા હતા ત્યારે સરકાર તરફથી એવી ખાત્રી આપવામાં આવેલ કે આ બાબતે ઝડપી અને યોગ્ય નિર્ણય આપીને ગુનેગારને કડકમાં કડક સજા મળશે.






Latest News