મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ માળીયા (મી)માં હત્યાના બનાવમાં મૃત્યુ પામેલ પિતાની યાદ આવતી હોય સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક હવા ભરતા સમયે ટ્રકનું ટાયર ફાટતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 4 શખ્સ પકડાયા હળવદના જુના દેવળીયા ગામ પાસે નર્મદાની ધાંગધ્રા બ્રાન્ચ કેનાલના સાયફનમાં બાકોરનું પાડનાર અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો મોરબી નજીક કારખાનામાં એર કમ્પ્રેસરથી શરીરમાં હવા ભરી દેતા યુવાન સારવારમાં મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું
Breaking news
Morbi Today

મોરબીના ટાઉન હોલમાં મંત્રી બ્રિજેશભાઈ મેરજા ની હાજરીમાં સરપંચ સંવાદનો કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીના ટાઉન હોલમાં મંત્રી બ્રિજેશભાઈ મેરજા ની હાજરીમાં સરપંચ સંવાદનો કાર્યક્રમ યોજાયો

મોરબી મહેન્દ્રસિંહ ટાઉન હોલ ખાતે આજે આઝાદીનાં અમૃત મહોત્સવ અંતર્ગત સરપંચ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના મંત્રી બ્રિજેશભાઈ મેરજા અધ્યક્ષ સ્થાને હાજર રહ્યા હતા ત્યારે સરપંચો અને બાંધકામ ક્ષેત્રના શ્રમિકોને ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના અધિકારીઓએ દ્વારા જરૂરી માહિતી આપવામાં આવી હતી

સરકાર દ્વારા છેવાડાનાં લોકોના લાભ માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે જો કે, તેની માહિતીના અભાવે ઘણી યોજનાનો લોકોને લાભ મળતો નથી ત્યારે મોરબી મહેન્દ્રસિંહ ટાઉન હોલ ખાતે આજે આઝાદીનાં અમૃત મહોત્સવ અંતર્ગત સરપંચ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના મંત્રી બ્રિજેશભાઈ મેરજા અધ્યક્ષ સ્થાને હાજર રહ્યા હતા અને મંત્રી બ્રિજેશભાઈએ સરકારની વિવિધ લોકો ઉપયોગી યોજનાઓની માહિતી આપી હતી અને સરપંચોને છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓને પહોચડવા માટે આહવાન કર્યું હતું આ તકે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના અધિકારીઓએ દ્વારા લોકોમાં પણ સરકારની વિવિધ લક્ષી યોજનાઓ અંગે જનજાગૃતિ કેળવાઈ તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને વિભાગીય વડા ભાલોડીયાએ શ્રમિકો માટે બાળકનાં જનમથી લઈ તેના શિક્ષણ સુધીની અને અક્સ્માતથી લઈને આકસ્મિક મૃત્યુ સુધી સરકાર તરફથી શું સહાય મળે છે તેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી આ તકે કબીરધામના શિવરામદાસજી, જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, મોરબી શહેર ભાજપના મહામંત્રી રિશીપભાઈ કૈલા, પાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપ પ્રમુખ જયરાજસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના ચેરમેન જયંતિભાઈ પડસુંબિયા, ચેરમેન હીરાભાઈ ટમારિયા, ચેરમેન પ્રવીણભાઈ સોનાગ્રા, હંસાબેન પારઘી, મોરબી જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ સહિતના ધિકારી, સરપંચો અને તલાટી મંત્રી ઉપસ્થિત રહેલ હતા






Latest News