મોરબીમાં બેંક ખાતુ ખોલાવવા જાવ છું કહીને નિકળેલ યુવાન ગુમ મોરબીમાં કેન્સરની બિમારીથી પીડાતા યુવકનું મોત નિપજયું મોરબી રોટરી ક્લબ દ્વારા જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું મોરબી નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનનું મોત નિપજાવનાર અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો મોરબીના વનાળીયા ગામે સીમમાંથી બે ઇલેક્ટ્રીક મોટર-કેબલ વાયરની ચોરી મોરબી નજીક હોટલ પાસે જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ પકડાયા મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડે નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE





 

મોરબીના લખધીરપુર રોડે નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માત મૃત્યુના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ એન્ટિક સિરામિક કારખાનામાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો સંતોષકુમાર ચંદ્રભૂષણ પાંડે (ઉંમર ૪૨) નામનો યુવાન ગઈકાલે બપોરના સમયે કારખાના પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં કોઈ કારણોસર ડૂબી ગયો હતો જેથી પાણીમાં ડૂબી જવાના કારણે સંતોષકુમાર પાંડેનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજયુ હતું ત્યારબાદ કેનાલના પાણીમાં તેના મૃતદેહને બહાર કાઢી પીએમ માટે મોરબીની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માત મૃત્યુના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

ઝેરી દવા પી લેતા સારવારમાં

મોરબીના લક્ષ્મીનગર ગામના રહેવાસી બીમલભાઈ દુર્લભજીભાઈ સીતાપરા નામના ૩૭ વર્ષીય યુવાને બાલાજી સિમેન્ટ પાઇપમાં કોઇ કારણોસર ઝેરી દવા પી લીધી હતી.જેથી કરીને તેને અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જેથી બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયાએ બનાવના કારણ સંદર્ભે આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે મોરબીના નાની વાવડી ગામ નજીક આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે વાહન અકસ્માતના બનાવમાં ગંભીર ઇજાઓ થતાં મુળ મધ્યપ્રદેશના રૂમાલ શાંતિલાલભાઈ નામના સાત વર્ષના બાળકને ઈજા થતાં સારવાર માટે ખસેડાયો હતો.

યુવાન રાજકોટ ખસેડાયો

મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે માળીયા હાઈવે ઉપર રોડ ક્રોસ કરતા સમયે અજાણી કારની હડફેટે ચડી જતા મૂળ રાજસ્થાનના ટોક વિસ્તારના રહેવાસી ધરમાભાઈ અમરનાથભાઈ બાગરીયા નામના ૨૫ વર્ષીય યુવાનને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં અહીંની હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે તેને રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે હાલ બનાવ અંગે તાલુકા પોલીસ મથકના એમ.એલ.બારૈયાએ બનાવવાની આગળની તપાસ હાથ ધરી છે.






Latest News