મોરબી રોટરી ક્લબ દ્વારા જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું મોરબી નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનનું મોત નિપજાવનાર અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો મોરબીના વનાળીયા ગામે સીમમાંથી બે ઇલેક્ટ્રીક મોટર-કેબલ વાયરની ચોરી મોરબી નજીક હોટલ પાસે જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ પકડાયા મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં બે માજી મંત્રીની હાજરીમાં જિલ્લા ભાજપના પ્રમુખના હસ્તે શહેર ભાજપ કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન મોરબી જિલ્લામાં ખરીફ સિઝન ૨૦૨૬ માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જોડાવા અંગે
Breaking news
Morbi Today

મોરબીના વનાળીયા ગામે સીમમાંથી બે ઇલેક્ટ્રીક મોટર-કેબલ વાયરની ચોરી


SHARE







મોરબીના વનાળીયા ગામે સીમમાંથી બે ઇલેક્ટ્રીક મોટર-કેબલ વાયરની ચોરી

મોરબીના વનાળીયા ગામની સીમમાં ખેડૂતોએ પોતાના ખેતરમાં પાણી લેવા માટે થઈને નદીના પટમાં રાખેલ ઈલેક્ટ્રીક મોટર તથા કેબલ વાયર અને ગામની દરગાહની બહાર રાખેલ ઈલેક્ટ્રીક મોટર તથા કેબલ વાયરની અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી 10,290 ની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વૃદ્ધે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી તાલુકાના વનાળીયા ગામે રહેતા સોમવારભાઈ જુસબભાઈ સુથા (60) એ હાલમાં અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, વનાળીયા ગામની સીમમાં તેઓની તથા સાહેદની ખેતીની જમીનમાં પિયત માટે થઈને નદીના પટમાં રાખેલ પાણીની મોટર તથા કેબલ વાયર તેમજ ગામની દરગાહની બહાર રાખવામાં આવેલ ઇલેક્ટ્રીક મોટર તથા કેબલ વાયર આમ કુલ મળીને 10,290 રૂપિયાની કિંમતના મુદ્દામાલની તારીખ 14/8 ની રાતથી લઈને તારીખ 15/8મી વહેલી સવાર સુધીમાં ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સ સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ઇલેક્ટ્રીક શોટ

મોરબી તાલુકાના ખાનપર ગામની સીમમાં મુકેશભાઈની વાડીએ ભરતભાઈ છગનભાઈ પરમાર (41)  નામના યુવાને ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી તેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેની સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

મોરબીના નાગલપર ગામે રહેતા અરવિંદ ભરતભાઈ ચૌહાણ (5) નામના બાળકને ગામ પાસે બાઇક ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બાળકને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યા તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

બે બાઇક અથડાયા
મોરબીના મકનસર પ્રેમજીનગર ખાતે રહેતા ગીરીશભાઈ ગુલાબભાઈ પારઘી (45) અને યુવરાજ ગીરીશભાઈ પારઘી (19) તથા અંકિત દેવાભાઈ (20) રહે . રફાળેશ્વર વાળાને મકસર ગામ પાસે બે બાઈક સામસામે અથડાત સર્જેયેલ અકસ્માતના બનાવમાં ઇજા થઈ હતી જેથી ત્રણેય વ્યક્તિઓને ઇજા પામેલ હાલતમાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News