હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

હળવદના ૫૩૪ માં સ્થાપના દિનની અમર મહેલમાં ઉજવણી કરાઇ


SHARE









હળવદના ૫૩૪ માં સ્થાપના દિનની અમર મહેલમાં ઉજવણી કરાઇ

હળવદના ૫૩૪ માં સ્થાપના દિનની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને અમર મહેલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે હળવદ-ધ્રાંગધ્રા રાજપરિવારના મહારાજકુમાર દેવરાજસિંહજી ઝાલા, રાજરાણા પ્રહલાદસિંહજી ઝાલા (સોખડા) ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને રાજમહેલ ચોક સ્થિત બત્રીસ થંભિમા જે હળ થી હળવદ ગામનો પાયો નાખવામાં આવ્યો હતો એ હળનું પૂજન તેમજ તોરણ વિધાન, ગૌ પૂજન, અશ્વ પૂજન, શિવ શક્તિ પૂજન,વિધિ કરી અને રાજરાજેશ્વરી આધ્યાશક્તિમાંના આશિષ પ્રાપ્ત કરી અને શરણેશ્વર દાદાના દર્શન કરવા પ્રયાણ કરવામાં આવ્યું હતું. અને ત્યારે શરણનાથ મંદિરના હોદેદારો તેમજ સેવકો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. હળવદ- ધ્રાંગધ્રા મહારાજા રાજ જયસિંહજી મેઘરાજસિંહજી અમેરિકાથી આ ઉજવણીના પ્રસંગે આવ્યા હતા અને શુભ આશીષ અને શુભેચ્છાઓ પાઠવેલ હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હળવદ સ્થાપના દિન મહોત્સવ સમિતિ ઝાલાવાડ પ્રાંત,  હળવદ-ધ્રાંગધ્રા ક્ષત્રિય સમાજ, ઝાલાવાડ ક્ષત્રિય સમાજ સુરેન્દ્રનગર ના હોદેદારો સહિતના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી




Latest News