હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીના લક્ષ્મીનગર પાસે અજાણ્યા ટ્રક આડે પડતું મૂકીને અજાણ્યા યુવાને કર્યો આપઘાત


SHARE









મોરબીના લક્ષ્મીનગર પાસે અજાણ્યા ટ્રક આડે પડતું મૂકીને અજાણ્યા યુવાને કર્યો આપઘાત

મોરબી-માળિયા હાઇવે ઉપર આવેલા લક્ષ્મીનગર ગામના પાટિયા પાસે અજાણ્યા ટ્રક આડે પડતું મૂકીને અજાણ્યા યુવાને આપઘાત કર્યો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને હાલમાં આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે મૃત્યુ પામેલા યુવાનની ઓળખ મેળવવા માટે તેને તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી-માળિયા હાઇવે ઉપર આવેલા લક્ષ્મીનગર ગામના પાટિયા પાસે નવદુર્ગા હોટલની સામેના ભાગમાં અજાણ્યા ટ્રકની આડે પડતું મૂકીને અજાણ્યા ત્રીસેક વર્ષના યુવાને આપઘાત કર્યો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની તપાસ કરી રહેલા હેડ કોન્સટેબલ એમ.એલ. બારૈયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ટ્રક નીચે પડતું મૂકીને આપઘાત કરી લેનાર અજાણ્યા પુરુષની ઓળખ મેળવવા માટે થઈને હાલમાં તજવીજ ચાલી રહી છે

મારમારીમાં ઇજા

મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં રહેતો અલ્તાફભાઈ હુસેનભાઇ મિયાણા (ઉંમર ૨૦) પોતાના ઘર પાસે હતા ત્યારે ત્યાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ઇજા થવાથી અલ્તાફભાઈ હુસેનભાઇ મિયાણાને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને મારામારીનાં બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News