હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા


SHARE







મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા

પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી મોરબી (RTO), દ્વારા મોરબીની નવયુગ કોલેજ, ટંકારા તાલુકાની નાલંદા વિદ્યાલય, વાંકાનેરમાં આવેલ શ્રી દોશી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, હળવદમાં આવેલ શ્રી ડી વી રાવલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ હળવદ અને માળીયા આઈ ટી આઈ કોલેજમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસના અધિકારીઓએ પણ કાર્યક્રમમા હાજર રહ્યા હતા

કાર્યક્રમ અંતર્ગત આરટીઓ ટી.બી.મકવાણા દ્વારા વિદ્યાર્થીઓને માર્ગ સલામતીના નિયમો, ટ્રાફિક નિયમોનું પાલન તથા સુરક્ષિત વાહનવ્યવહાર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જયારે એન.ટી.મેવાડા દ્વારા માર્ગ સલામતી વિષયક પ્રશ્નોત્તરી સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ઉપરાંત એઆરટીઓ આર.પી.પ્રજાપતિ દ્વારા પાવર પોઈન્ટ પ્રેજંટેશનના માધ્યમથી માર્ગ સલામતી, હેલ્મેટ તથા સીટબેલ્ટના ઉપયોગ અને અકસ્માત નિવારણ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. અને વિદ્યાર્થીઓને અકસ્માતગ્રસ્ત વ્યક્તિને સમયસર સહાય મળી રહે તે હેતુસર અમલમાં મૂકવામાં આવેલી PM RAHAT યોજના તેમજ અકસ્માત સમયે મદદરૂપ થવા માટેની Rahveer યોજના અંગે પણ માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ કેળવવા તેમજ ટ્રાફિક નિયમોના પાલન પ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવવાનો હતો. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવા તથા સમાજમાં પણ માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવા પ્રેરિત કરવામાં આવ્યા હતા.




Latest News