મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત
મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત
SHARE
મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત
મોરબી જિલ્લામાં ખેડૂતો આધુનિક કૃષિ યંત્રોનો ઉપયોગ કરતા થાય, ખેતી ખર્ચ ઘટે અને પાક ઉત્પાદકતા વધે તેવા સુસ્પષ્ટ અભિગમ સાથે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે વિશેષ ક્ષેત્રીય મુલાકાત (Field Visit) લેવામાં આવી હતી.
જિલ્લા ખેતીવાડી અધિકારીની ઉપસ્થિતિમાં કલેક્ટરએ કૃષિ યાંત્રીકીકરણ પરના સબ મિશન (SMAM) યોજના અંતર્ગત મંજૂર થયેલા કસ્ટમ હાયરિંગ સેન્ટર (CHC) ની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે લાભાર્થી ખેડૂત પાસે ઉપલબ્ધ કમ્બાઇન્ડ હાર્વેસ્ટર, રેઈઝ બેડ પ્લાન્ટર, ટ્રેક્ટર અને કલ્ટીવેટર જેવા આધુનિક સાધનોનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત અન્ય સરકારી યોજનાઓના લાભાર્થીઓની રૂબરૂ મુલાકાત લઈને ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર, મોબાઈલ શ્રેડર અને ઓટોમેટિક ઓરણી જેવા કૃષિ સાધનોની કામગીરી અને ઉપયોગિતા વિશે માહિતી મેળવી હતી. આ મુલાકાત દરમિયાન કલેક્ટરએ ખેતરોમાં જઈને મગફળીના પાકની વર્તમાન સ્થિતિ નિહાળી હતી. તેમણે સ્થાનિક ખેડૂતો સાથે બેઠક યોજી વિવિધ ખાતરોની ખરીદી, તેનો સંતુલિત ઉપયોગ તેમજ પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગમાં લેવાતા જૈવિક ઇનપુટ્સ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરી જરૂરી પ્રોત્સાહક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.