મોરબી જિલ્લાના ઘુડખર અભ્યારણમાં નીલગાયની પજવણી કરીને શિકાર મામલે એક આરોપીની ધરપકડ, અન્યની શોધખોળ મોરબીના ગાળા ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત, મકનસર પાસે ટ્રેક્ટર પાછળ બાઈક અથડાતા ઇજા પામેલા યુવાનનું મોત સાચી શ્રધ્ધાંજલી: મોરબી સિરામિક એસો.ના પૂર્વ પ્રમુખ સ્વ. નરભેરામભાઈ સરડવાની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત


SHARE























મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત

મોરબી જિલ્લામાં ખેડૂતો રાસાયણિક ખેતીનો ત્યાગ કરી પર્યાવરણપૂરક પ્રાકૃતિક ખેતી તરફ વળે અને ખેતી ખર્ચ ઘટાડી સમૃદ્ધ બને તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા ટંકારા તાલુકાના જબલપુર ગામે આત્મા (ATMA) યોજના અને 'ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ'ના સહયોગથી કાર્યરત 'બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટર' (ક્રિષ્ના પ્રાકૃતિક ફાર્મ) ની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી.

આ તકે કલેક્ટરએ જણાવ્યું હતું કે સ્થાનિક સ્તરે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરો ઉપલબ્ધ થવાથી ખેડૂતોને ગુણવત્તાસભર પ્રાકૃતિક ખાતર અને દવાઓ સુગમતાથી મળી રહેશે. આ મુલાકાતથી મોરબી જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધશે અને જમીનની ફળદ્રુપતા તથા પર્યાવરણના જતનને નવી દિશા મળશે. આ મુલાકાત દરમિયાન કલેક્ટરએ દેશી પદ્ધતિથી તૈયાર થતા પ્રાકૃતિક કૃષિ મોડલની ઝીણવટભરી વિગતો મેળવી હતી. તેમણે ખેતી માટે અત્યંત ઉપયોગી એવા બીજામૃત, જીવામૃત અને ઘન જીવામૃતના નિર્માણની પ્રક્રિયા પ્રત્યક્ષ નિહાળી હતી. આ ઉપરાંત ફાર્મ પર વાવેતર કરાયેલા મગફળીના પાક તથા બાગાયતી પાકોની સ્થિતિનું સ્થળ તપાસ કરી પાક સંરક્ષણ માટે ઉપયોગી નીમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને દસપર્ણી અર્ક જેવા જૈવિક કીટનાશકોના ઉપયોગ અંગે ખેડૂતો અને અધિકારીઓ સાથે સંવાદ સાધ્યો હતો.










Latest News