મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું મોરબીના જીંજુડા ગામે દર્શન કરવા જતાં જામનગરના બેડી વિસ્તારના રહેવાસી યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત
Breaking news
Morbi Today

નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા


SHARE







નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનમાં સેવાકાર્યના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર રાજ્યમાં યોજાઈ રહેલા 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત મોરબી જિલ્લામાં પણ વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે.

જે અન્વયે મોરબી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા તા. ૨૧ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન ‘નમો સેવા ગાથા – અનકહી કહાની’ વિષય હેઠળ જિલ્લાના તમામ તાલુકાઓ અને મહાનગરપાલિકાના વિવિધ વોર્ડમાં શેરી નાટકોનું આયોજન કરાઈ રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે તા. ૨૩ સપ્ટેમ્બરના રોજ મોરબી તાલુકાના નાગડાવાસ અને પાનેલી ગામે ગ્રામીણ નાગરિકો માટે તેમજ રાત્રિના સમયે લીલાપર રોડ સ્થિત મયુર નગરી કા રાજા ખાતે શહેરીજનો માટે શેરી નાટકના વિશેષ પ્રદર્શનો યોજાયા હતા.  મોરબી શહેર સહિતના વિસ્તારોમાં યોજાયેલા આ કાર્યક્રમોમાં યુવાનો, વિદ્યાર્થીઓ અને વિવિધ વર્ગના નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા. અને કલાકારો દ્વારા આકર્ષક સંવાદો અને દ્રશ્યો થકી સેવા, સમર્પણ અને જનકલ્યાણના વિચારોને અત્યંત સરળ શૈલીમાં લોકો સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા આગામી દિવસોમાં પણ સમગ્ર મોરબી જિલ્લા અને મહાનગરપાલિકા વિસ્તારમાં શેરી નાટકોની આ શૃંખલા સતત ચાલુ રાખવામાં આવશે.




Latest News