મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું મોરબીના જીંજુડા ગામે દર્શન કરવા જતાં જામનગરના બેડી વિસ્તારના રહેવાસી યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ


SHARE







મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ

મોરબીના જેતપર ગામ પાસે ખેડૂત દ્વારા ખાનગી વીજ કંપની પાસેથી વીજપોલના વળતર માટે છેલ્લા 4 મહિના જેટલા સમથી આંદોલન કરવામાં આવે છે જો કે, હજુ સુધી ખેડૂતોની માંગણી મુજબનું વળતર તે લોકોને આપવામાં આવ્યું નથી તેવામાં ખેડૂતોને એમઆરસી કમિટી બાબતે નોટિસ આપવામાં આવેલ છે અને તા 25 ને શુક્રવારે ખેડૂતોને કલેક્ટર કચેરીએ હાજર રહેવાનુ છે જો કે, ખેડૂતો એકલા નહીં પરંતુ મહિલાઓ અને બાળકો સહિત આખું ગામ કલેક્ટર કચેરીએ જવાનું છે અને તેઓ ફૂડ પેકેટ સાથે કલેક્ટર કચેરીમાં જશે આટલું જ નહીં પરંતુ તંત્રને ખેડૂતો દ્વારા કેટલાક અણીદાર સવાલો કરવામાં આવશે જેમ કે, વીજ લાઈન નાખવાની તંત્રને ઉતાવળ શું છે? કંપનીએ હજુ સુધી નોટિસ આપી નથી ત્યાં તંત્રે કેમ નોટિસ આપી ? વિગેરેનો સવાલો કરીને કલેક્ટર પાસેથી ખેડૂતો દ્વારા તેના જવાબ મેળવવામાં આવશે.

મોરબી જિલ્લા કલેકટર કચેરી દ્વારા તલાટિ મંત્રી મારફતે જેતપર ગામે જે વીજ કંપનીના વીજપોલ ખેડૂતોના ખેતરોમાં ઊભા કરવામાં આવનાર છે તે વીજપોલ વાળા ખેડૂતોને એમઆરસી કમિટી માટેની નોટિસ આપવામાં આવેલ છે જેથી કરીને ખેડૂતોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે અને તા. 25 ને શુક્રવારે ખેડૂતોને કલેક્ટર કચેરીએ બોલાવવામાં આવેલ છે જેથી માત્ર અસરગ્રસ્ત ખેડૂતો જ નહીં પરંતુ આખું ગામ એટ્લે કે જેતપર ગામના બાળકો, મહિલાઓ, ખેડૂતો અને વડીલો સહિતના શુક્રવારે કલેક્ટર કચેરીએ આવી રહ્યા છે અને તેઓ ફૂડ પેકેટ સહિતની તમામ વ્યવસ્થા સાથે કલેક્ટર કચેરીએ આવી રહ્યા હોય ખેડૂતો હવે તંત્ર  સામે લડી લેવાના મૂડમાં છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી. 

ઉલેખનીય છે કે, ખેડૂતની જમીનની બજાર કિંમત નક્કી કરવા માટે એમઆરસી કમિટીની રચન કરવાની હોય છે જો કે, વીજપોલ અને લાઈનના વળતર નક્કી કરવા માટે એમઆરસી કમિટીમાં ખેડૂત, કંપની અને કલેકટર આમ કુલ ત્રણ મુલ્યાંકનકાર દ્વારા જમીનના ભાવ નક્કી કરવામાં આવે છે અને તેમાંથી બે ભાવ ખોલીને ખેડૂતની જમીનની બજાર કિંમત નક્કી કરવામાં આવે છે જો કે, ખોલવામાં આવેલા બે ભાવમાં વધુ મોટો તફાવત હોય તો પછી ત્રીજો ભાવ ખોલીને ખેડૂતની જમીનના ભાવ નક્કી કરવા માટે અને તેનું વળતર નક્કી કરવા માટેની કાર્યવાહી કરવામાં આવે છે જો કે, ખેડૂતો દ્વારા નવી વળતર નીતિનો વિરોધ કરવામાં આવેલ છે જેથી કરીને એમઆરસી કમિટીમાં રહેવાનો કોઈ મતલબ છે જ નહીં તો પણ તંત્ર દ્વારા ખેડૂતોને એમઆરસી કમિટીની રચના માટે ખેડૂતોને નોટિસ આપવામાં આવેલ છે.

હાલમાં જેતપર ગામના જે ખેડૂતોને નોટિસ આપવામાં આવેલ છે તેમાં તે લોકોને તા. 25 ના રોજ 10 કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં હાજર રહેવા માટે કહેવામા આવ્યું છે અને જો ખેડૂત કે પછી તેના પ્રતિનિધિ હાજર ન રહે તો ખેડૂતો એમઆરસી કમિટીમાં રહેવા માંગતા નથી અને એમઆરસી કમિટીમાં ભાગ લેવા માંગતા નથી તેઓ માનીને ખેડૂતની જમીનના વેલ્યુઅર નક્કી કરવા માટેની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવશે આમ આ નોટિસથી ખેડૂતોના કાયદેસરના હક્ક ઉપર તંત્ર દ્વારા તરાપ મરવામાં આવી રહી હોય તેઓ ઘાટ જોવા મળી રહ્યો છે.

જો કે, છેલ્લા 4 મહિના કરતાં વધુ સમયથી તંત્ર અને ખાનગી વીજ કંપની સામે પૂરી તાકાતથી ટક્કર આપી રહેલા જેતપર ગામના ખેડૂતો શુક્રવારે સવારે તંત્રની નોટિસનો જવાબ આપવા માટે કલેક્ટર કચેરીએ જવાના છે અને માત્ર જે ખેડૂતોને નોટિસ મળી છે તેટલા જ ખેડૂતો નહીં પરંતુ જેતપર ગામે આવેલ સત્યાગ્રહ છાવણીથી ગામના બાળકો, મહિલાઓ, વડીલો અને તમામ ખેડૂતો નોટિસનો જવાબ આપવા માટે કલેક્ટર કચેરીએ પહોચવાના છે. અને ત્યાં તંત્રની નોટિસ તેમજ તાનાશાહીનો પણ ખેડૂતો દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવશે.




Latest News