મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું મોરબીના જીંજુડા ગામે દર્શન કરવા જતાં જામનગરના બેડી વિસ્તારના રહેવાસી યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાંથી દારૂ ભરેલી કાર સાથે એક પકડાયો, 3.10 લાખનો મુદ્દામાલ કબજે: એકની શોધખોળ મોરબીના ભરતનગર ગામે આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ફિઝીયોથેરાપી આરોગ્ય કેમ્પ યોજાયો મોરબીમાં નિવૃતિ પછી પણ પ્રવૃત્તિસીલ રહેતા શિક્ષક શાંતિલાલ પાડલિયા મોરબીમાં આજે રાતે અધ્યયન મંડળ દ્વારા બૌદ્ધિક સત્રનું આયોજન વાંકાનેર તાલુકામાં દારૂના ગુનામાં અવારનવાર પકડાયેલ પિતા-પુત્ર પાસા હેઠળ જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત


SHARE







મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત, નવાગામ, પીપળીયા, વાંકાનેર, રવાપર ચોકડી પાસે મારામારી

 

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્ર્વર ગામે રેલવે સ્ટેશન ખાતે  કામ દરમ્યાન ઉચાઇએથી પડી જતા યુવાનને રાજકોટ ખસેડાયો હતો જેનું સારવાર દરમિયાન મોત નિપજેલ છે.

મુળ ધ્રાંગધ્રાના ગાંજણવાવ ગામના અરવિંદભાઇ કેશાભાઇ પરમાર નામના આધેડ એકાદ માસ પહેલા રફાળેશ્વર ગામે આવેલ રેલવે સ્ટેશન પાસે કડીયા કામ કરી રહ્યા હતા ત્યારે ઉંચાઇએથી પડી જતા સારવાર માટે રાજકોટ સિવિલે ખસેડાયેલા હતા. જ્યાં સારવારમાં રહેલા અરવિંદભાઇ પરમારનું તા.21ના સાંજે અવસાન થયું હતું. રાજકોટ પોલીસ તરફથી જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના એ.એચ. પરમાર બનાવ અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

નવાગામ મારામારી
નવાગામ ખાતે સામસામે મારામારીમાં અશોક રાજુભાઇ દારોદરા, વિશાલ બટુકભાઇ જોગડીયા અને અશોક રઘુભાઇને ઇજાઓ થયેલ હતી અને સામે પક્ષેથી વિજય બીજલભાઇ મોરવાડીયા (21, રહે. ચારેય નવાગામ)ને ઇજા થયેલ હોય ચારેયને અત્રેની સિવિલે ખસેડાયા હતા. જ્યારે નવલખી હાઇવે પીપળીયા ચોકડી પાસે અજાણ્યા માણસે ધોકા વડે માર મારતા ક્રિષ્નાબેન બીપાભાઇ જોષી (21, રહે. અમદાવાદ)ને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.

ગળેફાંસો ખાતા
પાવડીયારી પાસેના સ્કાયટચ સિરામીકના લેબર ક્વાર્ટરમાં રહીને ત્યાં મજુરીકામ કરતી શિવાનીબેન મુકેશભાઇ રેકવાલ નામની પંદર વર્ષની યુવતીએ ક્વાર્ટર ખાતે ગળેફાંસો ખાઇ લીધો હતો. જેથી શિવાનીબેનને અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવી હતી. તાલુકા પોલીસ મથકના લાલભાએ કારણ અંગે તપાસ શરૂ કરી હતી. જ્યારે હળવદના મુકેશભાઇ હરીલાલ પુરાણી (40)ને ઘર પાસે મારામારીમાં ઇજા થતાં સારવારમાં મોરબી લવાયો હતો.

વાંકાનેર મારામારી
વાંકાનેર ખાતે રહેતા ઇમ્તીયાઝભાઇ હારુનભાઇ આકબાની (45) નામનો યુવાન દુકાને હતો ત્યારે અશીર ફેશન નામની દુકાને થયેલ મારામારીમાં ઇજા થતાં સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો. તેમજ માળીયા (મીં)ની કોબાવાંઢ ખાતે રહેતા નફીશાબેન નિજામભાઇ જામ નામની નવ વર્ષની બાળકીને ઘરે વિંછી કરડી જતાં સારવાર માટે મોરબી લાવવામાં આવી હતી.

જ્યારે ભાટીયા સોસાયટીમાં રહેતા હસીનાબેન અમીરઅલી (31)એ ઘરે પ્લાસ્ટીકની દોરી વડે ગળેફાંસો ખાઇ લેતા વાંકાનેર ખાતે પ્રાથમિક સારવાર લીધા બાદ વધુ સારવાર માટે અહીંની સિવિલે લાવવામાં આવ્યા હતા. કાલીકા પ્લોટમાં રહેતા ઝરીનાબેન સાઉદીનભાઇ (56)ને નર્મદા હોલ પાસે તેઓની દિકરીના પુત્ર ઇરફાને ઝગડો કરી ધક્કો મારીને પાડી દેતા ઇજાગ્રસ્ત થયેલા હોય ઝરીનાબેનને તેમજ રવાપર ચોકડી પાસે રહેતા મિતુલભાઇ દેવીનંદન આદ્રોજા (30)ને પંચાસર રોડ ધવલ પાન પાસે મારામારીમાં ઇજા થતાં સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા




Latest News