મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું મોરબીના જીંજુડા ગામે દર્શન કરવા જતાં જામનગરના બેડી વિસ્તારના રહેવાસી યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાંથી દારૂ ભરેલી કાર સાથે એક પકડાયો, 3.10 લાખનો મુદ્દામાલ કબજે: એકની શોધખોળ મોરબીના ભરતનગર ગામે આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ફિઝીયોથેરાપી આરોગ્ય કેમ્પ યોજાયો મોરબીમાં નિવૃતિ પછી પણ પ્રવૃત્તિસીલ રહેતા શિક્ષક શાંતિલાલ પાડલિયા મોરબીમાં આજે રાતે અધ્યયન મંડળ દ્વારા બૌદ્ધિક સત્રનું આયોજન વાંકાનેર તાલુકામાં દારૂના ગુનામાં અવારનવાર પકડાયેલ પિતા-પુત્ર પાસા હેઠળ જેલ હવાલે વાંકાનેર નજીક કારખાનામાં શ્રમિકોને ગાળો આપીને ઝાપટો મારીને જાનથી મારી નાખવાની ધમકી: 3 સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું


SHARE







મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું

મોરબીના નજીક નેશનલ હાઇવે ઉપર આરટીઓના અધિકારી તથા ગાર્ડ વાહન ચેકિંગ કરી રહ્યા હતા દરમિયાન ત્યાંથી પસાર થયેલા ટ્રક કન્ટેનરને રોકવા માટે ઈશારો કર્યો હતો જોકે ટ્રક કન્ટેનરનો ચાલક ત્યાંથી નાસી ગયો હતો જેથી સરકારી વાહનથી ટ્રકનો પીછો કરીને તેને ભરતનગર ગામે આવેલ પટેલ સમાજ વાડી નજીક રોકાવામાં આવ્યો હતો ત્યારે ટ્રક ડ્રાઇવરને પૂછપરછ માટે નીચે બોલાવવામાં આવતા તેણે આરટીઓના અધિકારી સાથે જપજપી કરી હતી અને ત્યાર બાદ ડ્રાઈવર રોડ ક્રોસ કરીને જતો હતો જેથી બે ગાર્ડ તેને રોકવા જતાં બે પૈકીનાં એક ગાર્ડને ટ્રક ડ્રાઇવર દ્વારા માથામાં લોખંડનો પાઇપ મારીને ગંભીર ઇજા કરવામાં આવી હતી જેથી ઇજા પામેલા ગાર્ડને માથાના ભાગે ટાંકા આવ્યા હતા અને આ બનાવ બાદ ટ્રક ડ્રાઇવર ત્યાંથી નાસી ગયેલ હોય ટ્રકને ડીટેઇન કર્યો છે અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રકના ચાલક સામે આરટીઓ વિભાગના અધિકારી દ્વારા ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ પાટણ જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબીમાં રવાપર રોડ ઉપર આવેલ હરિહર નગર ખાતે રહેતા અને આરટીઓમાં ફરજ બજાવતા અપૂર્વભાઈ સુરેશભાઈ પ્રજાપતિ (35)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર જીજે 39 ટી 6618 ના ચાલક સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબી કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ ટિંબડી ગામના પાટિયા પાસે તેઓ તથા જીએસએફના ગાર્ડ કનુભાઈ ગંગાદાસભાઈ રતન અને રૈયાભાઈ હિન્દુભાઈ સુસરા આરટીઓને લગતી કામગીરી કરી રહ્યા હતા અને સરકારી વાહન નંબર જીજે 18 જીબી 8132 લઈને પેટ્રોલિંગમાં નીકળ્યા હતા ત્યારે રાત્રિના આશરે નવેક વાગ્યાના અરસામાં મોરબી માળિયા નેશનલ હાઈવે રોડ ઉપર ટિંબડી ગામના પાટીયા પાસે તેઓ ઉભા હતા ત્યારે આરોપી ટ્રક કન્ટેનર લઈને ત્યાંથી નીકળ્યો હતો અને તેને ટ્રક ચેક કરવા માટે ટ્રકને રોડ સાઈડમાં ટ્રક ઉભો રાખવા માટે ઈશારો કરવામાં આવ્યો હતો તેમ છતાં પણ ટ્રક ચાલક પોતાનો ટ્રક લઈને ત્યાંથી આગળ નીકળી ગયો હતો જેથી સરકારી ગાડીથી તે ટ્રકનો પીછો કરવામાં આવ્યો હતો અને ભરતનગર ગામે પટેલ સમાજ વાડી પાસે ટ્રકનો ઓવરટેક કરીને ટ્રકને રોડ સાઈડમાં ઉભો રાખવામાં આવ્યો હતો અને ફરજના ભાગરૂપે ફરિયાદીએ ટ્રક ચાલકને પૂછપરછ માટે નીચે ઉતરવા માટે કહ્યું હતું ત્યારે તેણે ફરિયાદી સાથે જપજપી કરી હતી દરમ્યાન ગાર્ડ કનુભાઈ અને રૈયાભાઈ ત્યાં આવી જતા ટ્રક ચાલક પોતાના ટ્રકની કેબીનમાંથી નીચે ઉતરીને રોડ ક્રોસ કરીને જતો હતો ત્યારે બંને ગાર્ડ દ્વારા તેને રોકીને નામ પૂછવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે આ શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને તેના હાથમાં રહેલ લોખંડના પાઇપ પડે તેને રૈયાભાઇને માથામાં ડાબા લમણા પાસે માર મારીને લોહી નીકળે તેવી ગંભીર ઇજા કરી હતી જોકે ત્યારબાદ ટ્રકનો ડ્રાઇવર અંધારાનો લાભ લઈને ત્યાંથી નાસી ગયો હતો જેથી ટ્રક નંબર જીજે 39 થી 6618 ને ડિટેઇન કરીને બીજા ડ્રાઇવર મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો હતો તેમજ ઇજા પામેલા ગાર્ડને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા ત્યાં તેને માથાના ભાગે ટાંકા આવ્યા હતા. આ બનાવ સંદર્ભે હાલમાં આરટીઓના અધિકારી દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News