મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું મોરબીના જીંજુડા ગામે દર્શન કરવા જતાં જામનગરના બેડી વિસ્તારના રહેવાસી યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાંથી દારૂ ભરેલી કાર સાથે એક પકડાયો, 3.10 લાખનો મુદ્દામાલ કબજે: એકની શોધખોળ મોરબીના ભરતનગર ગામે આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ફિઝીયોથેરાપી આરોગ્ય કેમ્પ યોજાયો મોરબીમાં નિવૃતિ પછી પણ પ્રવૃત્તિસીલ રહેતા શિક્ષક શાંતિલાલ પાડલિયા મોરબીમાં આજે રાતે અધ્યયન મંડળ દ્વારા બૌદ્ધિક સત્રનું આયોજન વાંકાનેર તાલુકામાં દારૂના ગુનામાં અવારનવાર પકડાયેલ પિતા-પુત્ર પાસા હેઠળ જેલ હવાલે વાંકાનેર નજીક કારખાનામાં શ્રમિકોને ગાળો આપીને ઝાપટો મારીને જાનથી મારી નાખવાની ધમકી: 3 સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીના જીંજુડા ગામે દર્શન કરવા જતાં જામનગરના બેડી વિસ્તારના રહેવાસી યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત


SHARE







મોરબીના જીંજુડા ગામે દર્શન કરવા જતાં જામનગરના બેડી વિસ્તારના રહેવાસી યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત

જામનગરના બેડી વિસ્તારમાં મહેબૂબ ચોક ખાતે રહેતો યુવાને મોરબીના જીંજુડા ગામે દર્શન કરવા માટે બાઈક લઈને આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં આમરણ ગામ નજીક મેલડી માતાજીના મંદિર પાસે બાઈકનું ટાયર ફાટી જવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને શરીરે ગંભીર જાઓ થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જામનગર જિલ્લાના બેડી વિસ્તારમાં મહેબુબ ચોક ખાતે રહેતો હનીફભાઈ સમીરભાઈ ભટ્ટી 19 નામનો યુવાન પોતે પોતાનું બાઈક લઈને જામનગરના બેડીથી જીંજુડા ગામે દર્શન કરવા માટે થઈને આવી રહ્યો હતો દરમિયાન આમરણ નજીક તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને ગંભીર જાઓ થઈ હોવાથી તે યુવાનનું મોત નિપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ વિજયભાઈ મિયાત્રા દ્વારા કરવામાં આવી હોય તેઓની પાસેથી મળતી માહિતી મુજબ મૃતક યુવાન ઝીંઝુડા ગામે દર્શન કરવા માટે તેને જઈ રહ્યો હતો દરમિયાન આમરણ ગામ નજીક આવેલ મેલડી માતાજીના મંદિર પાસે તેના બાઈકનું ટાયર ફાટી જવાના કારણે બાઈક સ્લીપ થયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને ગંભીર ઇજા થઇ હોવાથી તેનું મોત નીપજયું છે.

બાળકી સારવારમાં

મોરબી તાલુકાના હરીપર કેરાળા ગામે રહેતા સમજુબેન ગેંડાલાલ બામણીયા (7) નામની બાળકી કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News