હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો


SHARE







હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો

વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર પોતાની ફરજ ઉપર હાજર હતા ત્યારે વાંકાનેર નગરપાલિકાના પૂર્વ મહિલા પ્રમુખના દિકરા સહિત બે વ્યક્તિઓ ત્યાં આવ્યા હતા અને “તું ટ્રીટમેન્ટ કેમ નથી આપતો અને પેશન્ટને ખોટા એમડી ડોક્ટરના બહાના કાઢીને પેશન્ટને મોકલી આપે છે” તેવું કહીને ડોક્ટરની સાથે બોલાચાલી કરી ગાળો આપવામાં આવી હતી અને ત્યારબાદ ડોક્ટરને ગરદનના ભાગે પાછળ થપાટ મારી હતી જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે અને તેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે દરમિયાન ડોક્ટર દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેરના પલાસડી ગામે રહેતા અને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટર તરીકે ફરજ બજાવતા મોહમ્મદ અબ્દુલ રહીમ વકાલીયા (24)એ પોલીસ સ્ટેશન ખાતે અમિત સેજપાલ અને એક અજાણ્ય શખ્સની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યુ છે કે, તેઓ પોતાની ફરજ ઉપર હતા ત્યારે સાંજના સાત એક વાગ્યે અમૃતલાલ મણિશંકર ઠાકર નામના દર્દી તાવની સારવાર માટે થઈને તેઓની પાસે આવ્યા હતા જેથી તેઓની સારવાર કરી હતી અને દર્દીએ અગાઉ કરાવેલ રિપોર્ટ તેઓએ બતાવ્યા હતા જેમાં તે કેન્સરના પેશન્ટ હોવાનું જણાવ્યું હતું જેથી તેઓની સ્થિતિ ગંભીર જણાતા તેમને એમડી ડોક્ટર પાસે સારવાર કરાવી જરૂરી હતી જો કે, વાંકાનેર સિવિલમાં એડી ડોક્ટર ન હોય તેઓને રાજકોટ, મોરબી કે ખાનગી કોઈપણ જગ્યાએ તેઓને જવું હોય તો રીકરી આપવા માટેની સલાહ તેઓને આપી હતી અને તે પેશન્ટની સાથે આવેલા તેના સાગા દ્વારા દર્દીને દાખલ કરવા માટે થઈને રજાક કરવામાં આવી હતી ત્યારબાદ ત્યાંથી તેઓ જતા રહ્યા હતા

ત્યાર બાદ રાત્રે 8:30 વાગ્યાના અરસામાં ફરિયાદી ઓપીડીમાં બેઠેલ હતા ત્યારે અમિત સેજપાલ મળવા માટે આવેલ જેથી તેઓ ઓપીડીમાંથી બહાર લોબીમાં ગયા હતા ત્યારે  બે વ્યક્તિ ત્યાં હાજર હતા અને ફરિયાદીને “નોકરી ઉપર તું છું અત્યારે, કેટલા વર્ષ થયા તારે, તારી જેટલી ઉંમર છે એના કરતાં વધારે મારે અહીંનો અનુભવ છે તો ટ્રીટમેન્ટ કેમ નથી આપતો પેશન્ટને ખોટા એમડી ડોક્ટરના બહાના કાઢી પેશન્ટને મોકલી આપે છે” તેમ કહ્યું હતું જેથી કરીને ફરિયાદીએ કહ્યું હતું કે જો ભાઈ તમે મને તુકારો ન આપો પેશન્ટની સ્થિતિ સારી ન હતી અને એમડી ડોક્ટર પાસે મોકલવા જરૂરી હતા જેથી તેને રિફર થવાનું કહ્યું હતું.

ત્યારબાદ બંને શખ્સો ગાળો બોલવા લાગ્યા હતા અને ધમકી આપી હતી અને “તારે અહીં નોકરી કરવાની છે ને હું તને જોઈ લઈશ” તેવી ધમકી આપી હતી અને ફરિયાદી તેમની સાથે વધારે બોલાચાલી ન થાય તે માટે પિડીમાં જતાં હતા ત્યારે અમિત સેજપાલે તેઓની ઉપર હુમલો કર્યો હતો અને ફરિયાદીને ગરદનના ભાગે પાછળ થપાટ મારી હતી ત્યારે હોસ્પિટલના સ્ટાફે વચ્ચે આવીને છોડાવ્યા હતા ત્યાર બાદ અમિત સેજપાલ અને તેની સાથે આવેલ માણસ ત્યાંથી જતા રહ્યા હતા જો કે, સેજપાલની સાથે આવેલ માણસે ફરિયાદીને જતા જતા કહ્યું હતું કે “હું તને જોઈ લઈશ” તેમ ધમકી આપી હતી જેથી ડોક્ટરે નોંધાવેલ ફરિયાદ આધારે હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News