મોરબીમાં બેંક ખાતુ ખોલાવવા જાવ છું કહીને નિકળેલ યુવાન ગુમ
SHARE
મોરબીમાં બેંક ખાતુ ખોલાવવા જાવ છું કહીને નિકળેલ યુવાન ગુમ
મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ આંબેડકર કોલોનીમાં રહેતા જમનાબેન પ્રકાશભાઈ ચાવડા (28)એ સીટી બી ડીવીઝન પોલીસ મથકે જાહેર કયુર્ં હતું કે ગત તા.13-8ના સાંજે પાંચેક વાગ્યે તેઓના પતિ પ્રકાશભાઈ બાબુભાઈ ચાવડા (23) ઘરેથી નિકળ્યા હતા. તેઓ બેંકમાં ખાતુ ખોલાવવા જાવ છું કહીને નિકળ્યા હતા. જોકે બાદ ઘરે પરત આવ્યા ન હતા.
ઘરેમેળે શોધખોળ કરવા છતા પ્રકાશભાઈનો પતો ન લાગતા પોલીસને જાણ કરતા બી ડીવીઝન પોલીસ સ્ટેશનના સતિષભાઈ ગળચર આગળની શોધખોળ ચલાવી રહ્યા છે. જયારે વીસીપરા બીલાલી મસ્જીદ પાસેથી અકબર ઈશાકભાઈ નોતીયાર (45) ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવતા 108 વડે સિવિલે સારવાર માટે લઈ જવાયા હતા.
યુવાન સારવારમાં
જોડીયાના રસનાળ ગામે રહેતા કિશોરભાઈ પ્રભાતસિંહ જાડેજા વાડીએ દવા છાંટતા હતા ત્યારે અસર થતા અત્રેની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જયારે લતીપર ગામે રોડ પ્રેકર ચલાવતા સમયે ઈલેકટ્રીક શોર્ટ લાગતા દેવશીભાઈ કાનજીભાઈ ચૌહાણ (55) રહે.ચાંચાપરને સિવિલે સારવાર માટે લવાયા હતા. હળવદના રાયધ્રા ગામ પાસે નાલા નજીક વાહન અકસ્માત બનાવમાં ઈજા થતા નાનજીભાઈ દલસુખભાઈ નાયકા (21) હાલ રહે. સમલી હળવદને અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
દવા પી જતા
હળવદના સમલી ગામે ભગવાન બાપાની વાડીએ રહી મજુરી કરતો કિરણ જમુભાઈ નાયક નામનો 20 વર્ષનો યુવાન દવા પી જતા હળવદના ચરાડવા ખાતે પ્રાથમીક સારવાર બાદ અત્રેની સિવિલે ખસેડાયો હતો. જયારે મોચી શેરીના નાકા પાસેથી નિકળેલા ઈર્દીશ ગફારભાઈ ખોલેરા (21)ને રફીકભાઈ નામના માણસે ઈટ વડે માર મારતા સારવારમાં ખસેડાયો હતો. જયારે મકનસર ગામે ધર્મમંગલ સોસાયટીમાં રહેતા હાર્દિક લક્ષ્મણભાઈ પરમાર (24) ને ઘરે મારામારીમાં ઈજા થતા સારવાર માટે સિવિલે લવાયો હતો.
મહિલા સારવારમાં
મુળ જાંબુવા (એમપી)ની અને હાલ અહીંના બાદનપર ગામે શૈલેષભાઈની વાડીએ રહી ખેતમજુરી કરતા નાહુરીબેન કરણસિંહ કતીજા (39) નામની મહિલા નિંદામણ કરતી હતી. ત્યારે ઝેરી જનાવર કરડી જતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા. જયારે લખધીરપુર રોડ સોરીસો ચોકડી પાસેથી પસાર થઈ રહેલા શોભનાથ રામ લખન તીવારી (58) રહે. લખધીરપુર રોડને રીક્ષા ચાલકે ટકકર મારતા સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યા હતા.તેમજ મકનસર પાસેના પોલીસ હેડ કવાર્ટર સામે વાહન અકસ્માત થતા ઈજાગ્રસ્ત થયેલા મનુભાઈ ખાનદાસ સાધુ (35) રહે. રફાળેશ્ર્વર મોરબીને સિવિલે લાવવામાં આવ્યા હતા. મુળ મોરબી પાડાપુલ નીચે રહેતા અને ઉંચી માંડલ પાસે કારખાનામાં કામ કરી ત્યાં લેબર કવાટરમાં રહેતા સંધ્યાબેન લખનભાઈ મહાલે (46)ને પતિએ માર મારેલ હોય સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા









