મોરબીમાં બેંક ખાતુ ખોલાવવા જાવ છું કહીને નિકળેલ યુવાન ગુમ મોરબીમાં કેન્સરની બિમારીથી પીડાતા યુવકનું મોત નિપજયું મોરબી રોટરી ક્લબ દ્વારા જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું મોરબી નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનનું મોત નિપજાવનાર અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો મોરબીના વનાળીયા ગામે સીમમાંથી બે ઇલેક્ટ્રીક મોટર-કેબલ વાયરની ચોરી મોરબી નજીક હોટલ પાસે જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ પકડાયા મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના ગુંગણ પાસે નદીમાંથી રેતી ભરવા સમયે મારામારી !: ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા


SHARE





મોરબીના ગુંગણ પાસે નદીમાંથી રેતી ભરવા સમયે મારામારી !: ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા

મોરબીના ગુંગણ પાસેથી પસાર થતી નદીમાંથી રેતી ભરવા સમયે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ત્રણ વ્યક્તિને ઇજા થઈ હતી જેથી કરીને તે ઇજાગ્રસ્તોને સારવારમાં રાજકોટ ખસેડાયા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી હજુ સુધી આ બનાવમાં કોઈ પોલીસ ફરિયાદ નોંધાયેલ નથી જેથી કરીને રેતી ચોરી મોરબી પંથકમાં બેફામ બન્યા હોય તેવો ઘાટ સર્જાયો છે

મોરબીના ગુંગણ ગામે અશોક ઘોઘા સાંતોલા નામના યુવકને રેતીના ધંધા બાબતે માથાકુટ થઈ હતી ત્યારે અશોકભાઇ ઘોઘાભાઇ સાંતેલા(ઉ.૩૫) ગુંગણ ગામની નદીના પટમાં રેતી ભરતા હતા ત્યારે સામેના ગામના બબલુ, મીથુન અને અજાણ્યા બે શખ્સો ત્યાં આવ્યા હતા અને રેતી મામલે માથાકુટ કરી હતી ત્યાર બાદ કુહાડી, ધારિયા વડે હુમલો કર્યો હતો અને મારમાર્યો હતો અને તે સમયે બચાવવા વચ્ચે પડેલા તેના ભાઇ દિનેશ અને રમેશ ભગવાનજી સાલાણીને ઇજા થવાથી ત્રણેયને સારવાર માટે રાજકોટ સીવીલ હોસ્પીટલમાં લઈને ગયા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જો કે, હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી જેથી કરીને ખનીજ ચોરીનો મુદો જીવલેણ બને તેની પોલીસ દ્વારા રાહ જોવામાં આવી રહી હોય તેવો ઘાટ સર્જાયો છે






Latest News