હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

ટંકારાનાં હરબટીયાળી ગામે શાળામાં શિવરાત્રીને અનુલક્ષીને અનોખો કાર્યક્રમ યોજાયો


SHARE









ટંકારાનાં હરબટીયાળી ગામે શાળામાં શિવરાત્રીને અનુલક્ષીને અનોખો કાર્યક્રમ યોજાયો

ટંકારા તાલુકાનાં હરબટીયાળી પ્રાથમિક શાળામાં શિવરાત્રીને અનુલક્ષીને શિવ વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શિવ સમાધિ, શિવ તાંડવઃગંગાજીનું અવતરણ, શિવવિવાહ વગેરે નું બાળકોને મૂલ્ય લક્ષી જ્ઞાન આપવામાં આવ્યું હતું આજનું બાળક પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળતું જાય છે આપણો ધર્મઆપણી સંસ્કૃતિ ભૂલતા જાય છે. અને મોબાઈલના અતિશય ઉપયોગથી બાળક પણ ડિજિટલ બનતા જાય છે. ત્યારે તેને આપણા ધર્મનું, આપણાં મૂલ્યોનું ભાન કરાવવું તે એક શિક્ષક તરીકે ફરજ છે. ત્યારે બાળકને હિપટોપ ડાન્સ આવડશે પણ તાંડવઃ નૃત્ય શુ હતું તે ખબર નથી. પહેલાના ઋષિમુનિઓ કેવી તપસ્યા કરતા તે ખબર નથી. ત્યારે આ શાળાના શિક્ષિકા જી.એમ સાંચલા અને ટીમે કરેલ પ્રયાસને ગામના લોકો સહિતનાએ બિરદાવયુ છે




Latest News