મોરબીમાં બેંક ખાતુ ખોલાવવા જાવ છું કહીને નિકળેલ યુવાન ગુમ મોરબીમાં કેન્સરની બિમારીથી પીડાતા યુવકનું મોત નિપજયું મોરબી રોટરી ક્લબ દ્વારા જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું મોરબી નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનનું મોત નિપજાવનાર અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો મોરબીના વનાળીયા ગામે સીમમાંથી બે ઇલેક્ટ્રીક મોટર-કેબલ વાયરની ચોરી મોરબી નજીક હોટલ પાસે જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ પકડાયા મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રપરા શેરી નં-૨૦ માં મકાન તૂટી પડતાં રાહદારી મહિલાનું મોત, બે ને ઇજા


SHARE





મોરબીના મહેન્દ્રપરા શેરી નં-૨૦ માં મકાન તૂટી પડતાં રાહદારી મહિલાનું મોત, બે ને ઇજા

મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં શેરી નંબ-૨૦ પાસે અચાનક મકાનનો એ ભાગ તૂટીને રસ્તા ઉપર પડ્યો હતો ત્યારે રાહદારી મહિલા ઉપર આ કાટમાળ તૂટી પડવાના કારણે તે મહિલાનું મોત નિપજયું છે અને બે વ્યક્તિઓને ઈજા થવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

મોરબી શહેરના અનેક વિસ્તારોની અંદર જર્જરિત મકાનો અને મોતના મચડા સમાન મકાનો ઊભાં છે જેને તોડી પાડવા માટેની અગાઉ અનેક વખત રજૂઆતો પાલિકામાં કરવામાં આવી છે તેમ છતાં પણ પાલિકા દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી જેથી કરીને આવા મકાન ઘણી વખત નિર્દોષ લોકો માટે જીવલેણ સાબિત થતા હોય છે આવો જ ઘાટ આજે મોરબી મહેન્દ્રપરા વિસ્તારની અંદર સર્જાયો છે અને આ વિસ્તારની અંદર રહેલી નંબર-૨૦ માં ખૂણા ઉપર આવેલ જર્જરિત મકાનો કાટમાળ ધડાકાભેર તૂટી પડ્યો હતો ત્યારે રસ્તા ઉપરથી પસાર થતી મહિલા ઉપર આ કાટમાળ પડવાના કારણે તેને ગંભીર ઈજા થવાથી જીગ્નાક્ષાબેન અજીમઅલી જીવાણી (૪૫)નું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જોકે તેની દીકરી રૂકાશાનાબેન અજીમઅલી જીવાણી (૧૫) અને નીલમબેન અનિશભાઈ જીવાણી (૨૮)ને ગંભીર ઇજાઓ થઇ હોવાથી તેઓને સારવાર માટે ખસેડાયા છે.






Latest News