મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબીના ગરીબ કલ્યાણ મેળામાં મુખ્યમંત્રી ૨૨૪ લાભાર્થીઓને ૧૩.૩૭ લાખની સાધન સહાય અર્પણ કરશે


SHARE











મોરબીના ગરીબ કલ્યાણ મેળામાં મુખ્યમંત્રી ૨૨૪ લાભાર્થીઓને ૧૩.૩૭ લાખની સાધન સહાય અર્પણ કરશે

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ગરીમામય ઉપસ્થિતિમાં મોરબી ખાતે યોજાનાર ગરીબ કલ્યાણ મેળામાં જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિકસતી જાતીની કચેરી દ્વારા સરસ્વતી સાધના યોજના, કુંવરબાઇનું મામેરુ તેમજ માનવ ગરીમા યોજના હેઠળ લાભાર્થીઓને સહાય અર્પણ કરવામાં આવશે.

જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિકસતી જાતીની કચેરીના જણાવ્યા અનુસાર, આગામી ૨૫ ફેબ્રુઆરીના રોજ યોજાનાર ગરીબ કલ્યાણ મેળામાં ધો. ૯માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને સરસ્વતી સાધના યોજના અંતર્ગત સાયકલ સહાય અર્પણ કરવામાં આવશે. આ યોજના અંતર્ગત ૧૬૭ વિદ્યાર્થિનીઓને ૭,૦૭,૫૭૯ ના ખર્ચે સાયકલ આપવામાં આવશે. કુંવરબાઇનું મામેરું યોજના અંતર્ગત ૪૧ લાભાર્થીઓને ૪,૫૮,૦૦૦ સહાય આપવામાં આવનાર છે જ્યારે માનવ ગરીમા યોજના અંતર્ગત નાના ધંધા કે વ્યવસાય માટે સાધન સહાય રૂપે ૧,૭૨,૧૪૯ ના ખર્ચે ૧૬ લાભાર્થીઓને સહાય આપવામાં આવશે. આમ, ગરીબ કલ્યાણ મેળામાં સમાજ કલ્યાણ અધિકારી વિકસતી જાતીની કચેરી દ્વારા ૨૨૪ લાભાર્થીઓને ૧૩,૩૭,૭૨૮ના ખર્ચે વિવિધ સાધન સહાય અર્પણ કરવામાં આવશે તેમ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિકસતી જાતીના આર.આર. શાહની યાદીમાં જણાવાયું છે.

ગુજરાત અનુસૂચિત જાતિના નાના ધંધાર્થીઓ પોતાનો રોજગાર કરી શકે અને પોતાની આવકમાં વધારો કરી શકે તે માટે માનવ ગરીમા યોજના હેઠળ કુલ ૨૮ ધંધા-વ્યવસાય માટે જુદી-જુદી કીટ્સ આપવામાં આવે છે. ત્યારે આગામી તા. ૨૫/૨ ના ગરીબ કલ્યાણ મેળામાં અનુસુચિત જાતિ કલ્યાણ મોરબી મારફત કુલ ૩૮ અનુસૂચિત જાતિનાં લાભાર્થીઓને ઇલેક્ટ્રીક એપ્લાયસીસ રીપેરીંગ-૮ખેતીલક્ષી લુહારી કામ-૬અથાણા બનાવટ-૧પ્લમ્બર-૧૦ તથા સેન્ટિગ કામ-૧૩ માનવ ગરિમા યોજના હેઠળ કુલ ૫,૦૫,૦૪૦ ની રકમના સાધનોની કીટ્સનું વિતરણ કરવામાં આવશે.






Latest News