વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

વાંકાનેર સિવિલ હોસ્પિટલના ત્રણ ડોક્ટરને કોરોના પોઝિટિવ, એક ટ્રેનિંગમાં ?: દર્દીઓ રામ ભરોસે !


SHARE







(શાહરૂખ ચૌહાણ) મોરબી જિલ્લાના પાંચ તાલુકાની અંદર કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને વાત કરીએ મોરબી જીલ્લાના વાંકાનેરની તો વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો આવતા હોય છે તેવા સમયે વાંકાનેર સિવિલ હોસ્પિટલના ત્રણ ડોક્ટરોને કોરોના પોઝિટિવ આવે છે અને એક ડોક્ટર ટ્રેનિંગમાં ગયા હોવાથી હાલમાં સિવીલમાં સારવાર લેવા માટે આવતા દર્દીઓ રામ ભરોસે હોય તેવો ઘાટ સર્જાયો છે

મોરબી સહિત સમગ્ર ગુજરાત અને દેશ તેમજ દુનિયામાં હાલમાં કોરોના કેસની સંખ્યા સતત વધી રહી છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા સબ સલામતની વાતો કરવામાં આવી રહી છે તેની વચ્ચે જો વાત કરીએ મોરબી જીલ્લાના વાંકાનેર શહેરની તો વાંકાનેર શહેરની અંદર આવેલ સિવિલ હોસ્પિટલ ખાતે વાંકાનેર શહેર તેમજ તાલુકાના લોકો સારવાર લેવા માટે આવતા હોય છે તેવામાં વાંકાનેર સિવિલ હોસ્પિટલની અંદર ફરજ બજાવતા ત્રણ ડોક્ટરોને કોરોના પોઝીટીવ આવેલ છે અને એક ડોક્ટર ટ્રેનિંગમાં હોવાથી હાલમાં આ હોસ્પિટલની અંદર દર્દીઓની સારવાર કરવા માટે થઈને ડોક્ટર ન હોય સવારથી સારવાર લેવા માટે આવતા દર્દીઓ હેરાન થઇ રહ્યા છે આ મુદ્દે સિવિલ હોસ્પિટલના જવાબદાર અધિકારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલના ડોકટરોને કોોના પોઝીટીવ આવેલ છે તેની જાણ તેમણે ઉચ્ચ કક્ષાએ કરી દિધી છે જો કે, ડોક્ટરની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી  માટે હાલમાં દર્દીઓની સારવાર કરવા કોઈ ડોક્ટર ન હોવાથી કોઈપણ કેસ સિવિલમાં આવે તો તેને રાજકોટ કે મોરબી રવાના કરવામાં આવે છે અને કોરોનાના વધતા કેસ વચ્ચે હાલમાં વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ ભરોસો હોય તેવો ઘાટ સર્જાયો છે




Latest News