વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર પાસે રીક્ષામાંથી દારૂની ચાર બોટલ સાથે બે ઝડપાયા


SHARE







મોરબીના રફાળેશ્વર પાસે રીક્ષામાંથી દારૂની ચાર બોટલ સાથે બે ઝડપાયા

મોરબી તાલુકામાં રફાળેશ્વર ગામની ચોકડી પાસેથી પસાર થતી રિક્ષાને રોકીને પોલીસે ચેક કરતાં તે રીક્ષા માંથી દારૂ નાની ચાર બોટલો મળી આવી હતી જેથી કરીને દારૂ અને રિક્ષા મળીને 50,400 ના મુદ્દામાલ સાથે પોલીસે હાલમાં બે શખ્સની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી તાલુકાના રફાળેશ્વર ગામની ચોકડી પાસેથી પસાર થતી રીક્ષા નંબર જીજે 36 યુ 6203 ને રોકી ને પોલીસે ચેક કરતા તે રિક્ષામાંથી દારૂની નાની જુદી-જુદી બ્રાન્ડની ચાર બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ચારસો રૂપિયાની કિંમતનો દારૂ તેમજ 50 હજાર રૂપિયાની કિંમતની રીક્ષા આમ કુલ મળીને 50,400 ના મુદ્દામાલ સાથે જીતેશભાઈ ચંદુભાઈ હળવદિયા (ઉમર વર્ષ 25) રહે જુના સાદુળકા અને સલમાનભાઈ દાઉદભાઈ (ઉમર 24) રહે મકરાણીવાસ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસે દારૂની બોટલ ક્યાંથી આવી હતી તે દિશામાં તપાસ શરૂ કરેલ છે.

અકસ્માતમાં ઈજા

માળીયા હાઈવે ઉપર આવેલ વિશાલા હોટલ પાસેથી પસાર થતા ટ્રક નંબર જીજે 12 બીવી 5840 ના ચાલકે આસિફભાઇ ઇસાભાઇ જેડા (22) રહે માતમ જેડાવાસ માળીયા વાડાને હડફેટે લીધો હતો જેથી કરીને તેને હાથમાં અને પગમાં ઇજા થતાં સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને તેણે હાલમાં ટ્રકચાલક સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ શરૂ કરે છે.




Latest News