મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

વાંકાનેરના સરતાનપર પાસે કારખાનામાં કવાર્ટરના પહેલા માળેથી નીચે પટકાતા ઈજા પામેલ ચાર વર્ષના બાળકનું મોત


SHARE











વાંકાનેરના સરતાનપર પાસે કારખાનામાં કવાર્ટરના પહેલા માળેથી નીચે પટકાતા ઈજા પામેલ ચાર વર્ષના બાળકનું મોત

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સિરામિક કારખાના લેબર કવાર્ટરમાં પહેલા માળેથી રમતા રમતા નીચે પડી ગયેલા ચાર વર્ષના બાળકનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે.જેથી કરીને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ રેસેરા સિરામિકના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરીકામ કરતા વિજયભાઈ ચૌહાણનો ચાર વર્ષનો દીકરો આશિષ ગત તારીખ 10/12 ના રોજ કારખાના લેબર કવાર્ટરમાં પહેલા માળેથી રમતા રમતા નીચે પટકાયો હતો જેથી કરીને તેને પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ અને અમદાવાદ લઇ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તારીખ 13/1 ના રોજ  મૃત્યુ નિપજ્યું છે.જેથી કરીને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતનો બનાવ નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બીમારી સબબ મોત

મોરબી તાલુકાના વીરપરડા ગામે રહેતા વિપુલભાઈ ચકુભાઈ સારદિયા (ઉંમર 40) ને લીવરની બીમારી હોય બીમારી સબબ તેનું મૃત્યુ નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News