ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા ખેડૂતોની માંગ પૂરી કરો, હવે ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છે: મોરબીના જેતપર ગામે યોજાયેલ ડાયરાના મંચ ઉપરથી હકાભા ગઢવીની સરકારને વિનંતી મોરબીના બંધુનગર નજીક ચક્કર આવતા નાલામાં પડી ગયેલ યુવાનનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે ટ્રક ટ્રેલરની સાથે ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં પગ કપાઈ જવાથી યુવાનનું મોત અપમૃત્યુના 3 બનાવ: ટિંબડી નજીક યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત, શોભેશ્વર રોડે શોર્ટ લગતા યુવાનનું મોત, ટંકારાને મિતાણા નજીક કૂવામાં પડી જવાથી યુવાનનું મોત મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ
Breaking news
Morbi Today

ટંકારાના કલ્યાણપર ગામે ધોળા દિવસે ઘરમાંથી સોના-ચાંદી અને રોકડની ચોરીના ગુનામાં રીઢો આરોપી ઝડપાયો, 25.21 લાખનો મુદામાલ કબ્જે


SHARE











ટંકારાના કલ્યાણપર ગામે ધોળા દિવસે ઘરમાંથી સોના-ચાંદી અને રોકડની ચોરીના ગુનામાં રીઢો આરોપી ઝડપાયો, 25.21 લાખનો મુદામાલ કબ્જે

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે ધોળા દિવસે બંધ રહેણાંક મકાનને તસ્કરે નિશાન બનાવ્યું હતું અને ઘરમાંથી રોકડા રૂપિયા, સોના ચાંદીના દાગીના અને સોના ચાંદીની અન્ય વસ્તુઓની ચોરી કરવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાને ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટેની તજવીજ હાથ ધરી હતી અને હાલમાં પોલીસે અંદાજે 25 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરીને ગામમાં જ રહેતા શખ્સને પકડીને ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

મોરબી જીલ્લામાં રાતના સમયે ચોરીની ઘટના બને તેવું અગાઉ અનેક વખત સામે આવ્યું છે જો કે, થોડા દિવસો પહેલા ટંકારા તાલુકાનાં કલ્યાણપર ગામે રહેતા જયંતીલાલ ઉજરીયાનું મકાન ગત તા. 14 ના રોજ સવારે 9:30 થી બપોરે 1:30 સુધી ચાર કલાક બંધ હતું ત્યારે તસ્કરે તેઓના બંધ મકનાને નિશાન બનવ્યું હતું અને ઘરમાંથી સોનાના બે મંગળસૂત્ર, સોનાના એક જોડી પાટલા, સોનાની એક જોડી બુટ્ટી, સોનાનો ઓમ, ચાંદીના એક જોડી પાટલા તથા સોના ચાંદીની જુદાજુદા વજનની ગીનીઓ અને રોકડા રૂપિયા 2.12 લાખ આમ કુલ મળીને 4.45 લાખના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી જેથી જયંતીલાલ ઉજરીયાએ ટંકારમાં ફરિયાદ નોંધાવેલ હતી જે ગુનામાં પોલીસે હાલમાં તે જ ગામમાં રહેતા સોહિલ  સતારભાઈ દલ નામના શખ્સની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી દાગીના, રોકડ અને સોના ચાંદીની અન્ય વસ્તુઓ મળીને 25 લાખથી વધુનો મુદામાલ કબ્જે કરેલ છે.

ટંકારાના કલ્યાણપર ગામે યુવાનના ઘરમાંથી 4.45 લાખના મુદ્દામાલનો ચોરી કરવામાં આવી હતી તો પોલીસે 25 લાખથી વધુનો મુદામાલ રિકવર કેવી રીતે કર્યો તેવો સવાલ સ્વાભાવિક રીતે સહુ કોઈને ઊભો થાય પરંતુ ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી ત્યારબાદ ઘરમાં જ્યારે કબાટ અને અન્ય જગ્યાએ મૂકવામાં આવેલ કિંમતી સમાનને ચેક કર્યો હતો ત્યારે તે ત્યાં ન હતો અને સોના ચાંદીની ગીનીઓ અને ચોરસા પણ ચોરી કરવામાં આવ્યા હોવાનું ધ્યાને આવ્યું હતું જેથી કરીને ફરિયાદી વિશેષ નિવેદન આપ્યું હતું અને આસરે 22 લાખનો મુદ્દામાલ ચોરી થયો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને ડોગ સ્કવોડ સહિતની ટીમની મદદ લઈને આરોપીને પકડવા માટેની તજવીજ ચાલી રહી હતી તેવામાં અગાઉ આદિપુર પોલીસ સ્ટેશનના ત્રણ ગુનામાં ઝડપાયેલ આરોપી ઉપર પોલીસને શંકા હતી જેથી તેની આગવી ઢબે એલસીબીની ટિમ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે તે ભાંગી પડ્યો હતો અને આ ચોરી તેણે કરી હોવાનું કબુલાત આપી હતી.

વધુમાં ડીવાયએસપી સમીર સારડાએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, આરોપીએ ચોરીને સોના ચાંદીના દાગીના સહિતની વસ્તુઓ ગામની નજીક આવેલ કબ્રસ્તાનમાં દાટી હતી જેથી કરીને પોલીસે તેને સાથે રાખીને સ્થળ ઉપરથી મુદામાલ કબ્જે કર્યો હતો અને હાલમાં પોલીસે રોકડા તેમજ સોના ચાંદીના દાગીના સહિતની જે વસ્તુઓને રિકવર કરેલ છે તેની બજાર કિંમત મુજબ કુલ રકમ 25,21,855 થાય છે જો કે, હજુ પણ કેટલાક મુદ્દામાલ રિકવર કરવાનો બાકી હોય આરોપીના રિમાન્ડ લેવા માટેની તજવીજ હાથ ધરી છે અને આ આ ગુનામાં આરોપી સાથે અન્ય કોઈ સંડોવાયેલ હતા કે કેમ ? અને બીજા કોઈ ગુનાને હાલમાં પકડાયેલા આરોપીએ અંજામ આપેલ છે કે કેમ તે દિશામાં આગળની તપાસ ચાલી રહી છે આ કામગીરી એલસીબીના પીઆઇ એમ.પી. પંડ્યાની સૂચના મુજબ પીએસઆઈ બી.ડી.ભટ્ટ અને જે.પી કણસાગરા સહિતની ટિમ દ્વારા કરવામાં આવી હતી.






Latest News