મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીની ત્રાજપર ચોકડીએ 15 જેટલી કેબીનો હટાવી, 15 થી વધુ હોર્ડીંગ અને દુકાન, ઓટલા અને છાપરાના બાંધકામો તોડી દબાણ દૂર


SHARE







મોરબીની ત્રાજપર ચોકડીએ 15 જેટલી કેબીનો હટાવી, 15 થી વધુ હોર્ડીંગ અને દુકાન, ઓટલા અને છાપરાના બાંધકામો તોડી દબાણ દૂર કર્યા

મોરબી ત્રાજપર ચોકડી પાસેથી જુના ઘુટુ રોડ તરફ જવાના રસ્તા ઉપર આજે મહાપાલિકાની ટીમ દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ત્યારે રોડ સાઈડમાં મૂકવામાં આવેલ કેબીનોને દૂર કરવામાં આવી હતી તેમજ પાકી દુકાન અને ઓટલા તેમજ છાપરા સહિતના બાંધકામોને જેસીબીથી મદદથી તોડવામાં આવ્યા હતા અને 15 થી વધુ હોર્ડીંગ બોર્ડને પણ જમીન દોસ્ત કરવામાં આવ્યા હતા અને રોડ સાઈડની જગ્યાને ખુલ્લી કરાવી છે

મોરબીમાં વન વોર્ડ વન વીક અંતર્ગત જુદા જુદા વિસ્તારમાં ડિમોલેશન માટેની કામગીરી મહાપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવતી હોય છે ત્યારે આજે મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે અને ડેપ્યુટી કમિશનર સંજય સોનીની હાજરીમાં રાજપર ચોકડી પાસેથી જુના ઘૂટું રોડ ઉપર  જવાના રસ્તા પાસે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે રોડ સાઈડની જગ્યામાં રાખી દેવામાં આવેલ લગભગ 15 જેટલી કેબીનોને હટાવવામાં આવી હતી આ ઉપરાંત 15 થી વધુ હોર્ડીંગ બોર્ડ ઉપર જેસીબી ફેરવીને તોડી નાખવામાં આવ્યા હતા તથા દુકાન સહિતના જે પાકા બાંધકામો તેમજ ઓટલા અને છાપરા હતા તે તમામને દૂર કરવામાં આવેલ છે અને રોડની સાઈડની જગ્યાને ખુલ્લી કરાવી છે વધુમાં કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મોરબીના જે મુખ્ય માર્ગો અને ચોક છે ત્યાં આવી જ રીતે કોઈપણ નાના મોટા કાચા પાકા દબાણો છે તેને તોડવા માટે થઈને એસ્ટેટ અને ટીપી શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.




Latest News