મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને વીબી-જી રામ-જી યોજનાની માહિતી આપવાનો કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીમાં જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને વીબી-જી રામ-જી યોજનાની માહિતી આપવાનો કાર્યક્રમ યોજાયો

મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે વીબી-જી રામ-જી યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી હાજર રહ્યા હતા તે ઉપરાંત મોરબી તાલુકા ભાજપના માજી પ્રમુખ અરવિંદભાઇ વાસદડિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને તેઓએ કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ નવી વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન એટ્લે કે વીબી-જી રામ-જી (VB-G RAM G) યોજના વિષેની માહિતી કાર્યક્રમમાં હાજર રહેલા લોકોને આપી હતી. ઉલેખનીય છે કે, અગાઉ માનરેગા યોજના હતી તેનું રીફોર્મ કરીને કેન્દ્ર સરકાર દ્વારા ભ્રષ્ટાચાર મુક્ત અને આધુનિક મોડલ સાથે વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન એટ્લે કે વીબી-જી રામ-જી યોજના અમલમાં મૂકી છે. જેમાં ખાસ કરીને જણાવ્યુ હતું કે, જૂની યોજનામાં લાભાર્થીને 15 દિવસે વેતન મળતું હતું જો કે, હવે તેઓને દર અઠવાડિયે વેતન આપવામાં આવશે અને અગાઉ વર્ષમાં માત્ર 100 દિવસ રોજગારી મળતી હતી જો કે, હવે 125 દિવસ રોજગારી મળશે અને રાજ્ય સરકારીના 60 દિવસ ગણીએ તો કુલ 185 દિવસ સુધી વર્ષમાં રોજગારી મળશે.






Latest News