મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના કોયલી ગામે યોજાયેલ આહીર સમાજના સમૂહ લગ્નમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા હાજર રહ્યા: 23 નવદંપત્તિને પ્રભુતામાં ડગ માંડ્યા


SHARE











મોરબીના કોયલી ગામે યોજાયેલ આહીર સમાજના સમૂહ લગ્નમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા હાજર રહ્યા: 23 નવદંપત્તિને પ્રભુતામાં ડગ માંડ્યા

મોરબી તાલુકાના કોયલી ગામે આજે આહીર સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં રાજ્યના મંત્રી મુળુભાઈ બેરા સહિતના સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને 23 નવદંપત્તિને વડીલોના આશીર્વાદ સાથે પ્રભુતામાં ડગ માંડ્યા હતા.

મોરબી તાલુકાના કોયલી ગામે છેલ્લા 17 વર્ષથી આહીર સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આહીર સમાજના પ્રમુખ રાણાભાઇ હુંબલ તેમજ મોરબી આહીર સમાજ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ જીવણભાઈ કુંભારવાડીયાના માર્ગદર્શન હેઠળ 18 માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા તેમજ સમાજને રાજકીય આગેવાનો સહિતના લોકો હાજર રહ્યા હતા. અને તેઓના આશીર્વાદ સાથે 23 નવદંપતીઓને પ્રભુતામાં ડગ માંડ્યા હતા અને દાતાઓના સહકારથી આ સમૂહલગ્નનો કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો હતો આટલું જ નહીં સમૂહલગ્નના આયોજન બાદ આયોજકો પાસે જે ભંડોળ વધે છે તેનો ઉપયોગ સમાજની જુદીજુદી શૈક્ષણિક સંસ્થાઓમાં કરવામાં આવે છે જેથી કરીને રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા દ્વારા સમૂહલગ્ન સમિતિની સમગ્ર ટીમને તેઓની કામગીરી માટે બિરદાવવામાં આવી હતી. જ્યારે મોરબી આહીર સમાજ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ જીવણભાઈ કુંભારવાડીયાએ જણાવ્યું હતું કે આગામી સમયમાં એક જ માંડવા નીચે આહીર સમાજની 100 જેટલી દીકરીઓના લગ્ન થાય ત્યારે સમૂહલગ્નનું આયોજન સફળ થયું કહેવાય તેવી લાગણી વ્યક્ત કરી હતી






Latest News