મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબી નાગરિક બેંકના ચેરમેન પદે દીપકભાઈ પોપટ વાઇસ ચેરમેન પદે મનીષભાઈ ઓગણજા


SHARE







મોરબી નાગરિક બેંકના ચેરમેન પદે દીપકભાઈ પોપટ વાઇસ ચેરમેન પદે મનીષભાઈ ઓગણજા

મોરબી નાગરિક સહકારી બેંકના 9 પૈકીના 6 ડિરેક્ટરો માટે તાજેતરમાં ચૂંટણી યોજાઈ હતી અને તેનું પરિણામ જાહેર થયા બાદ આજે મોરબી નાગરિક બેન્ક ખાતે ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને તેમા ચેરમેન પદે દીપકભાઈ પોપટ અને વાઇસ ચેરમેન પદે મનીષભાઈ ઓગણજાની વરણી કરવામાં આવી છે.

મોરબી નાગરિક બેંકની ચૂંટણી જાહેર કરવામાં આવી હતી ત્યારબાદ 9 પૈકીના કુલ 3 ડિરેક્ટરો બિનહરીફ વિજેતા જાહેર થયા હતા જોકે, 6 ડિરેક્ટરો માટે જુદી જુદી 2 પેનલોમાંથી કુલ મળીને 12 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી જેથી કરીને ચૂંટણી યોજાઈ હતી અને તેમાં ફૂલની પેનલમાંથી 5 અને સિંહની પેનલમાંથી 1 આમ કુલ 6 ઉમેદવારો વિજેતા બન્યા હતા જેથી મોરબી નાગરિક સહકારી બેંકના કુલ 9 ડિરેક્ટરો જાહેર થઈ ગયા બાદ આજે બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને નવા ડિરેક્ટરોની પ્રથમ બેઠક મળી હતી જેમાં બેંકના કુલ 9 ડિરેક્ટરોમાંથી 8 ડિરેક્ટરો હાજર રહ્યા હતા. જેમાં દીપકભાઈ પોપટ, પરેશભાઈ કચોરિયા, સંજયભાઈ ધોળકિયા, ભૂપતભાઈ રવેશિયા, મનીષભાઈ ઓગણજા, જ્યોતિબેન મીરાણી, વિજયભાઈ મકવાણા અને અશ્વિનભાઈ કોટક ઉપસ્થિત રહ્યા હતા. અને આ ડિરેક્ટરોની સર્વસંમતિથી ચેરમેન તરીકે દીપકભાઈ પોપટ અને વાઇસ ચેરમેન તરીકે મનીષભાઈ ઓગણજાની વરણી કરવામાં આવી છે. અને આ બેન્કને નાનિયુકત ચેરમેન દીપકભાઈ પોપટે જણાવ્યું હતું કે, ડિજિટલ યુગમાં મોરબી નાગરિક બેંકની સેવાઓ વધુમાં વધુ ડિજિટલ બને અને લોકો તેનો વધુમાં વધુ લાભ લે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. .






Latest News