મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીમાં ‘વંદે માતરમ્ @ ૧૫૦’ની ઉજવણી અન્વયે મણીમંદિર થી ત્રિકોણબાગ સુધી યોજાઈ પદયાત્રા રેલી


SHARE







મોરબીમાં ‘વંદે માતરમ્ @ ૧૫૦’ની ઉજવણી અન્વયે મણીમંદિર થી ત્રિકોણબાગ સુધી યોજાઈ પદયાત્રા રેલી

રાષ્ટ્રગીત ‘વંદે માતરમ્’ ના ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘વંદે માતરમ્ @ ૧૫૦’ ફેઝ-૨ ની ઉજવણી અન્વયે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પદયાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીના ઐતિહાસિક મણીમંદિરથી પ્રારંભ થયેલી આ પદયાત્રામાં મોરબી પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવત અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષચંદ્ર ભટ્ટ સહિતના અધિકારીઓ અને મોરબીવાસીઓ જોડાયા હતા.

વંદે માતરમ્ @ ૧૫૦’ ના આ દ્વિતીય તબક્કાની ઉજવણી દ્વારા મોરબી જિલ્લામાં દેશપ્રેમ અને રાષ્ટ્રીય ગૌરવની લાગણી સાથે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેના ભાગરૂપે આયોજિત આ વિકાસ પદયાત્રાને મહાનુભાવોએ મણીમંદિર ખાતેથી પ્રસ્થાન કરાવી હતી. દેશભક્તિના સૂત્રોચ્ચાર સાથે શિસ્તબદ્ધ રીતે આ પદયાત્રા શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ ત્રિકોણબાગ ખાતે પહોંચી હતી. જ્યાં મહાત્મા ગાંધીજીના સ્ટેચ્યુ ખાતે ભાવવંદના સાથે પદયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. યાત્રાની પૂર્ણાહુતિ પ્રસંગે મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓને વંદે માતરમની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અને ભારતના સંવિધાન અને સંસ્કૃતિમાં તેના મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.






Latest News