મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં સગીરાનો સોશ્યલ મીડિયાથી પીછો કરી જાતીય સતામણી કરવાના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો


SHARE











મોરબીમાં સગીરાનો સોશ્યલ મીડિયાથી પીછો કરી જાતીય સતામણી કરવાના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો

મોરબી તાલુકામાં સગીરાને મોબાઈલથી અવાર નવાર ખરાબ મેસેજ કર્યા હતા અને સોશ્યલ મીડિયામાં વાતો કરીને ઈલેકટ્રોનીક માધ્યમથી સગીરાનો પીછો કરી જાતીય સતામણી કરી હોવાનો ગુનો નોંધાયેલ હતો જે કેસ મોરબીની સ્પેશિયલ પોકસો કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં કોર્ટે આરોપીને નિદોર્ષ છોડી મૂકવાનો આદેશ કરેલ છે.

આ કામે ફરીયાદએ એવી ફરિયાદ આપેલ હતી કે, ફરીયાદીની સગીરવયની દીકરીના મોબાઈલમાં આરોપીએ પોતાના મોબાઈલથી અવાર નવાર ખરાબ મેસેજ કર્યા હતા અને ફેસબુક, ઈસ્ટાગ્રામ તથા વોટસએપમાં વાતો કરી ફરીયાદીની દીકરીને ઈલેકટ્રોનીકસ માધ્યમથી પીછો કરી જાતીય સતામણી કરેલ છે. જેથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આરોપી વિજય મચ્છા ધ્રાર્ગીયા સામે આઈ.પી.સી તેમજ પોકસોની કલમ મુજબ ગુનો નોંધીને પોલીસે કાર્યવાહી કરી હતી અને પુરાવા મળતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા પોકસો કોર્ટમાં ચાર્જસીટ કરવામાં આવ્યુ હતું. અને પોકસો કોર્ટમાં આરોપીનો કેશ ચાલી જતા પોકસો કોર્ટે આરોપીને નિદોર્ષ છોડવાનો હુકમ કર્યો છે. કેસમાં આરોપીના વકીલ તરીકે મયુર પી.પુજારા રોકાયેલ હતા.






Latest News