મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ મોરબીના નારણકા ગામે પતિ અન્ય છોકરી સાથે ફોનમાં વાત કરતો હોવાની શંકા રાખીને મહિલાએ ફોન તોડી નાખ્યો અને બાદમાં કર્યો આપઘાત મોરબી આરટીઓ ઓફિસે લાયસન્સની ટ્રાય આપીને પરત જતાં યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત: બે વ્યક્તિને ઇજા મોરબી નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં યુવાનનો આપઘાત: સર્વોદય હોટલના ગ્રાઉન્ડમાં ઊભેલા ટ્રકની કેબિનમાંથી યુવાન મૃત હાલતમાં મળ્યો મોરબી શહેર-તાલુકા અને હળવદના ટીકર ગામે જુગારની 4 રેડમાં 3 મહિલા સહિત કુલ 16 પકડાયા મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં 90 જર્જરિત મકાનોમાં પાણી-ડ્રેનેજ લાઇન બંધ કરતી મનપા


SHARE







મોરબીમાં 90 જર્જરિત મકાનોમાં પાણી-ડ્રેનેજ લાઇન બંધ કરતી મનપા

મોરબીમાં આવેલા જર્જરિત તથા જોખમી બાંધકામોને લઈને જાહેર સલામતીને ધ્યાનમાં રાખી મનપાની ટીમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સંબંધિત મિલકત માલિકોને ત્રણ તબક્કામાં નોટિસ આપવામાં આવી હતી. છતાં નોટિસની અવગણ કરીને કોઈ કાર્યવાહી આસામી દ્વારા કરવામાં આવેલ નથી જેથી કરીને જર્જરિત બાંધકામના પાણી તથા ડ્રેનેજ કનેક્શન કાપવાની કાર્યવાહી બિલ્ડીંગ શાખાએ કરી છે. અને અંદાજે 90  જર્જરિત મકનોના પાણી તથા ડ્રેનેજ કનેક્શન કાપવામાં આવ્યા અને હવે વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી કરવાની તૈયારી કરવામાં આવેલ છે.

મોરબી મનપાની આ કાર્યવાહીના પરિણામે મિલકત માલિકો દ્વારા કાયદાનું ચુસ્ત પણે પાલન કરીને અંદાજે 80 જેટલી જોખમી મિલકતોને આસામીઓ દ્વારા ઉતારી લેવામાં આવેલ છે. અને મનપાની ટિમ દ્વારા બાકી રહેલ જર્જરિત મિલકતો અંગે પણ નિયમસર સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. વધુમાં અધિકારી જણાવ્યુ હતું કે, તમામ મિલકત માલિકોએ મનપાની નોટિસનું તાત્કાલિક પાલન કરી સહકાર આપવો જરૂરી છે અને મોરબીમાં કોઈપણ જોખમી ઇમારતનો લોકોએ ઉપયોગ કરવો નહીં અને મનપામાંથી જરૂરી મંજૂરી લઇ તેને તોડી પાડવાની કાર્યવાહી કરવા માટે મનપાના અધિકારી જણાવ્યુ છે.






Latest News