મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ
Breaking news
Morbi Today

ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન


SHARE





ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન

ટંકારા મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ખાતે આર્ય સમાજ દ્વારા શતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે અને ગુરુવાર તા 12 થી બે દિવસ સુધી આ કાર્યક્રમ યોજાશે જેમાં પહેલા દિવસે યજ્ઞ, ધ્વજવંદન અને વિશાળ શોભાયાત્રા યોજાશે અને બીજા દિવસે આર્ય સમાજ સાથે જોડાયેલા પાયાના કાર્યકરો અને પૂર્વ સભ્યોના સન્માન સહિતનો કાર્યક્રમ યોજાશે.

ટાંકરામાં શતાબ્દી મહોત્સવ નિમિતે ગુરુવારના રોજ સવારે યજ્ઞ, ધ્વજવંદન અને ત્યાર બાદ શોભાયાત્રા (નગરકીર્તન)નું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં વિવિધ ટેબ્લો, અગ્નિહોત્ર રથ અને વીરંગના દળ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ મહોત્સવમાં સ્વામી શાંતાનંદજી, મુનિ. સત્યજીતજી અને આચાર્ય આર્ય નરેશજી વિગેરે પ્રખર વિદ્વાનો અને સંતો હાજર રહેશે અને આ મહોત્સવ દરમિયાન સ્વામી દયાનંદ સરસ્વતીના જન્મદિવસની ઉજવણી, સત્યાર્થ પ્રકાશનું મહત્વ અને વર્તમાન રાષ્ટ્રીય સમસ્યાઓ પર વ્યાખ્યાન યોજાશે. ત્યાર બાદ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે અને આ કાર્યક્રમમાં શ્રોતાઓ માટે આત્મનિરીક્ષણ કસોટીજેવી બૌદ્ધિક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અને છેલ્લા દિવસે આર્ય સમાજ સાથે જોડાયેલા પાયાના કાર્યકરો અને પૂર્વ સભ્યોનું સન્માન કરવામાં આવશે. ટંકારા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને ગુજરાત આર્ય પ્રતિનિધિ સભાના હોદ્દેદારોની નિશ્રામાં યોજાનારા આ કાર્યક્રમમાં મહિલા સંમેલન અને આર્ય યુવા શક્તિના ઉત્થાન અંગે વિશેષ ચર્ચાઓ થશે. શતાબ્દી મહોત્સવના સમાપન સત્રમાં મુનિ. સત્યજીતજીના આશીર્વાદ અને શાંતિપાઠ સાથે આ દિવ્ય મહોત્સવની પૂર્ણાહુતિ થશે.




Latest News