મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર


SHARE











હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર

હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યાના કાયમી ઉકેલ માટે છેલ્લા ઘણા સમયથી રજૂઆતો કરવામાં આવી રહી હતી તેવામાં આ ફાટક પાસે પ્રસ્તાવિત ઓવરબ્રિજ કે અંડરબ્રિજના મહત્વપૂર્ણ કામ માટે જુદાજુદા ત્રણ વિભાગની ટીમો દ્વારા ફાઇનલ માપણીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલ છે.

હળવદના વેગડવાવ ફાટક પાસે પ્રસ્તાવિત ઓવરબ્રિજ કે અંડરબ્રિજના મહત્વપૂર્ણ કામ અંતર્ગત ગઇકાલે હળવદ નગરપાલિકા, ડી.એલ.આર કચેરી મોરબી, જી.યુ.ડી.સી મોરબી તથા તેમની પી.એમ.સી. ટીમની સંયુક્ત ઉપસ્થિતિમાં રેલવે વિભાગની મંજૂરી બાદ ફાઇનલ માપણીની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. આ માપણી પૂર્ણ થવાથી હળવદ શહેરના વિકાસને નવી ગતિ મળશે કેમ કે, ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ તરફ મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. અને ફાઇનલ માપણી બાદ ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ કામ શરૂ કરવામાં આવશે. અહિયાં ઓવરબ્રિજ કે અંડરબ્રિજના બનાવથી હળવદ શહેર તેમજ આસપાસના વિસ્તારના નાગરિકોની સુવિધામાં વધારો થશે.






Latest News