મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત


SHARE















મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત

મોરબીમાં મચ્છુ નદી ઉપર 142 વર્ષ પહેલા રજવાડાના સમયમાં પુલ બનાવવામાં આવેલ હતો જેને આજે દેશ અને દુનિયામાં લોકો પાડાપુલના નામથી જાણે છે આ પુલમાં બેરીંગ બદલવાની, જોઈન્ટ બદલવાની અને માસ્ટિક આસફાલ્ટની કામગીરી કરવાની છે જેથી તંત્ર દ્વારા પુલને આગામી ગુરુવારે રાત્રિના 11 વાગ્યાથી વાહનોની અવર-જવર માટે બંધ કરવામાં આવશે જેથી કરીને આ બાબતે પ્રાંત અધિકારીની પત્રકાર પરિષદ યોજાઇ હતી અને અંદાજે દોઢ કરોડ રૂપિયાના ખર્ચે આ પુલનું રિપેરિંગ કામ કરવામાં આવશે અને લગભગ 45 દિવસ જેટલા સમય સુધી પુલ બંધ રહેશે તેવું અધિકારી જણાવ્યુ છે

મોરબી શહેરના લોકો માટે ધોરી નસ સમાન પાડા પુલને રીપેર કરવાની જરૂર છે જેથી કરીને તંત્ર દ્વારા આ પુલને રીપેર કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા મંગળવારના રોજ એક જાહેરનામું પ્રસિદ્ધ કરીને પાડા પુલને સમારકામ માટે કામ પૂર્ણ ન કરવામાં આવે ત્યાં સુધી બંધ કરવામાં આવશે અને ત્યાં વાહનોની અવર જવર સદંતર બંધ કરવામાં આવી છે તે બાબતને લઈને મોરબીના પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવતની પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં તેઓએ જણાવ્યુ હતું કે, અંદાજે 45 દિવસ જેટલા સમયમાં દોઢ કરોડના ખર્ચે પુલનું રિપેરિંગ કામ કરવામાં આવશે. અને ટ્રાફિકની સમસ્યા ન ઊભી થાય તે માટેના વૈકલ્પિક રસ્તાઓ પણ વાહન ચાલકોને આપવામાં આવેલ છે.

હાલમાં પાડા પુલ બંધ કરવામાં આવી રહ્યો છે તેનું નિર્માણ 1880 માં શરૂ કરવામાં આવ્યું હતું અને ચાર વર્ષ પછી એટ્લે કે, 1884 થી તેનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો હતો જો કે, આ પુલ 1979 માં આવેલ મચ્છુ જળ હોનારતમાં ક્ષતિગ્રસ્ત થયો હતો જેથી અડધો પુલ પાછળથી બનાવવામાં આવેલ છે. આમ આ પુલને કુલ મળીને 142 વર્ષ જેટલો સમય થયો છે જેથી તેના બેરીંગ બદલવાની, જોઈન્ટ બદલવાની અને માસ્ટિક આસફાલ્ટની કામગીરી કરવાની છે જેથી પુલને બંધ કરવામાં આવશે. હાલમાં એસ.ટી.ની જે બસ મોરબી કે રાજકોટથી કચ્છ કે અમદાવાદ તરફ આવતી અને જતી બસોને નવા બસ સ્ટેન્ડથી ભકિતનગર ઓવરબ્રીજ નીચેથી પસાર થઈને દલવાડી ચોકડી, પંચાસર ચોકડી, વાવડી ચોકડી અને રવિરાજ ચોકડી તરફ આવવા અને જવાનું રહેશે. તો કચ્છ તરફથી આવતી બસોએ માળીયા ફાટક તેમજ અમદાવાદથી આવતી બસોએ મહેન્દ્રનગર ચોકડીએ થી રવિરાજ ચોકડી થઈને ગામમાં આવવાનું રહેશે.

મોરબીમાં બાઇક, સ્કૂટર, રિક્ષા, કાર જેવા નાના વાહનોની અવર જવર માટે રોડની આપવામાં આવેલ વૈકલ્પિક વ્યવસ્થાની વાત કરીએ તો શહેરથી સામાકાંઠે જવા માટે શક્તિ ચોકથી મયુર પુલ ઉપરને જવાનું રહેશે આવી જ રીતે સામાકાંઠાથી શહેરમાં આવવા માટે વાહન ચાલકોએ લાલબાગથી બેઠા પુલ પર થઈ શક્તિ ચોક તરફ જવાનું રહેશે. વધુમાં માહિતી આપતા ડીવાયએસપી જે.એમ.આલએ જણાવ્યુ હતું કે, મોરબી શહેરમાં ટ્રાફિકના કોઈ પ્રશ્ન ન ઉદભવે તેના માટે પોલીસ વિભાગ દ્વારા જુદીજુદી જગ્યા ઉપર ખાસ પોઈન્ટ બનાવવામાં આવશે અને પોલીસનો ત્યાં બંદોબસ્ત પણ રાખવામા આવશે અને થોડા દિવસો વાહન ચાલકોની અવર જવર માટેનો મેઇન પાડા પુલ બંધ થવાનો છે ત્યારે લોકો પણ ટ્રાફિક ન થાય તેની કાળજી રાખીને વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરે તેવી અપીલ કરવામાં આવેલ છે.

મોરબીમાં આમ પણ ટ્રાફિક સમસ્યા રોજીંદી બની ગયેલ છે અને વાહન ચાલકોને કોઈને કોઈ રોડ ઉપર ટ્રાફિક જામ થાય એટ્લે હેરાન થવું પડે જ છે તેવામાં મચ્છુ નદીને ક્રોસ કરીને શહેરમાં આવવા અને જવા માટેના મયુર પુલ અને પાડા પુલ પૈકીનો એક પુલ બંધ કરવામાં આવેલ છે જેથી કરીને આગામી એક મહિના સુધી મોરબી શહેરમાં ટ્રાફિકની અંધાધૂંધી થઈ જાય તો નવાઇની નથી. જો કે, સ્થાનિક પોલીસ અને ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકને કેવી રીતે કંટ્રોલ કરવામાં આવશે તેના ઉપર સહુકોઈની નજર મંડાયેલ છે.






Latest News