મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત


SHARE











મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત

મોરબીના જોધપર નદી ગામે રહેતા સંજયભાઈ દેવમુરારી (51)એ પગના દુ:ખાવાથી કંટાળી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. ગઈકાલે સાંજે પાંચેક વાગ્યાની આસપાસ પોતે પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણોસર એસિડ પી જતા મોરબી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવેલ. અહીં ચાલુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. 

વધુમાં પરિવારે જણાવ્યું હતું કે, સંજયભાઈ ત્રણ ભાઈ અને બે બહેનોમાં સૌથી મોટા હતા. તેઓ દૂધની ડેરીમાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. અને તેને સંતાનમાં 1 દીકરો અને 3 દીકરીઓ છે. છેલ્લા કેટલાક સમયથી પગની બીમારીથી પીડાતા હતા અને તેમની દવાઓ પણ ચાલુ હતી. જોકે, આ સતત રહેતા દુ:ખાવાથી તેઓ કંટાળી ગયા હતા અને આ પગલું ભર્યાનું અનુમાન છે. તેમના આપઘાતથી પરિવારમાં શોક છવાયો હતો.






Latest News