મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

ટંકારાના મીતાણા નજીક રીક્ષામાં બેઠેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ કરનાર રાજકોટના શખ્સ સહિત બે પકડાયા: 6.81 લાખનો મુદામાલ કબ્જે


SHARE







ટંકારાના મીતાણા નજીક રીક્ષામાં બેઠેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ કરનાર રાજકોટના શખ્સ સહિત બે પકડાયા: 6.81 લાખનો મુદામાલ કબ્જે

ટંકારાના મીતાણા ગામ નજીક ઓવરબ્રિજ પાસેથી મહિલા તેના પિતાની સીએનજી રીક્ષામાં પરિવારજન સાથે લગ્ન પ્રસંગમાં જઈ રહી હતી ત્યારે બાઈકમાં આવેલા અજાણ્યા શખ્સે મહિલાના ગળામાં પહેરેલા સોનાના હારની ચીલ ઝડપ કરી હતી જો કે, હાર તૂટી જવાના કારણે અંદાજે સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ નાસી ગયેલ હતો જેથી અજાણ્યા બાઇક ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો જે ગુનામાં એલસીબીની ટીમે ચીલ ઝડપ કરનાર અને સોનું લેનાર સોની સહિત કુલ બે આરોપીની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી સોનું, રોકડ અને વાહન સહિત કુલ મળીને 6.81 લાખનો મુદામાલ કબ્જે કરેલ છે.

વાંકાનેરના પલાસ ગામે રહેતા ધુનાબેન હકાભાઇ ગમારા (30) એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા 30 થી 35 વર્ષના બાઈક ચાલક યુવાન સામે ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, મીતાણા ગામ પાસે ઓવરબ્રિજ નજીકથી તેઓ પોતાના પિતાની સીએનજી રીક્ષા નંબર જીજે 36 ડબલ્યુ 7671 માં તેઓના પરિવારજન સાથે બેસીને હડાળા ગામે ફરિયાદીની માસીની દીકરીના ઘરે લગ્ન પ્રસંગ હતો ત્યાં જઈ રહ્યા હતા દરમિયાન અજાણ્યા બાઈક ચાલકે ફરિયાદીએ ગળામાં પહેરેલ સોનાનો પાંચ તોલાનો હારની ચીલ ઝડપ કરી હતી ત્યારે હાર તૂટી જવાના કારણે આ અજાણ્યો શખ્સ અંદાજે સવા બે તોલા સોનાના તૂટેલા હારને લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો જેથી કરીને 1,25,000 ની કિંમતના મુદ્દામાલની ચીલ ઝડપ કરવામાં આવી હોવાની મહિલાએ ફરિયાદ નોંધાવેલ હતી.

આ ગુનાનો ભેદ ઉકેલવા માટે ટંકારા પોલીસ અને એલસીબીની ટીમ જુદી જુદી દિશામાં તપાસ કરી રહી હતી તેવામાં એલસીબીની ટીમે સંદીપભાઈ જીતેન્દ્રભાઈ પંડ્યા રહે. રાજકોટ વાળાના ઘરે પહોચી હતી અને તેની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે તેને ચીલ ઝડપ કરી હોવાનું કબૂલાત આપી હતી. અને ચીલ ઝડપ કરીને મેળવેલ સોનાના હારનો ઢાળિયો શ્રીકાંતભાઈ સોનીને વેંચી નાખ્યો હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે સોનાનો 22 કેરેટનો ઢાળિયો જેનું વજન 23.660 ગ્રામ અને કિંમત 3,31,000, સોનાનું વેચાણ કરીને સંદીપભાઈએ મેળવેલ રોકડા 3 લાખ રૂપિયા તેમજ ગુનાના કામે ઉપયોગમાં લીધેલ બાઇક જેની કિંમત 50,000 રૂપિયા આમ કુલ મળીને 6,81,000 ના મુદ્દામાલ સાથે આરોપી સંદીપભાઈ જીતેન્દ્રભાઈ પંડ્યા રહે. રાજકોટ તથા શ્રીકાંતભાઈ હેમંતભાઈ સોની રહે. રાજકોટ વાળાની ધરપકડ કરી છે અને બંને આરોપી તેમજ મુદામાલ ટંકારા પોલીસ હવાલે કરવામાં આવેલ છે. આ કામગીરી એલસીબીના પીઆઇ એમ.પી.પંડ્યાની સૂચના મુજબ તેના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.






Latest News