મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા


SHARE







તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા

હળવદમાં વેપારીને આંતરીને આંખમાં મરચાની ભૂકી છાંટીને રોકડા રૂપિયા 6.90 લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી હતી જે ગુનામાં પોલીસે આરોપીને પકડીને તેની પાસેથી લૂંટમાં ગયેલ રોકડ રકમ પૈકીની રોકડ અને કાર સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો અને ત્યાર બાદ પોલીસે જરૂરી કાર્યવાહી પૂરી કરીને આજે વેપારીને તેરા તુજકો અર્પણ અંતર્ગત લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા પરત આપવામાં આવ્યા હતા.

હળવદમાં આનંદ બંગલોઝ બ્લોક નંબર 68 ખાતે રહેતા અને યાર્ડમાં કમિશન એજન્ટ તરીકે વેપાર કરતાં વેપારી રજનીકાંત ભીખાભાઈ દેથરીયાએ ગત ડિસેમ્બર માહિનામાં અજાણ્યા બે શખ્સોની સામે લૂંટની ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, ગત તા. 2/12 ના રોજ સાંજના 7:30 વાગ્યાના અરસામાં તે યાર્ડથી થેલામાં 6.90 લાખ રૂપિયા રોકડા લઈને ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે રાણેકપર રોડ ઉપર આવેલ આનંદ બંગલોઝ નજીક અજાણ્યા બે બુકાનીધારી શખ્સો દ્વારા તેને આંતરીને આંખમાં મરચાની ભૂકી છાંટવામાં આવી હતી અને ત્યારબાદ તેના બાઈક ઉપર રાખેલ થેલામાં 6.90 લાખ રૂપિયા હતા તેની લૂંટ ચલાવવામાં આવી હતી જેથી વેપારીએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી અને તેની પાસેથી લૂંટમાં ગયેલ રોકડ પૈકી 5,19,800 કબ્જે કર્યો હતા જે રકમ જરૂરી કાર્યવાહી કરીને વેપારીને પોલીસ મથકે બોલાવીને ડીવાયએસપી સમીર  સારડા અને હળવદના પીઆઇ આર.ટી. વ્યાસની હાજરીમાં પરત આપવામાં આવેલ છે






Latest News