મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ મોરબીમાં સિવિલમાં વર્લ્ડ ટીબી દિવસની ઉજવણી કરાઇ હળવદમાં જૂના ઝઘડાનો ખાર રાખીને માર મારીને આધેડને હત્યા: હવે સામસામે ફરિયાદ વાંકાનેરના સરધારકા નજીક ટ્રક ચાલકે ડબલ સવારી એક્ટિવાને હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં મણીમંદિરના પટાંગણમાં શનિવારથી પાંચ દિવસીય પુસ્તક મેળાનું આયોજન


SHARE











મોરબીમાં મણીમંદિરના પટાંગણમાં શનિવારથી પાંચ દિવસીય પુસ્તક મેળાનું આયોજન

મોરબીના ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવતા મણીમંદિરના પટાંગણમાં રાણી બાગ ખાતે મોરબીમાં પહેલી વાર મોરબી મહાપાલિકા દ્વારા પાંચ દિવસીય પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી મહાપાલિકા દ્વારા પુસ્તક મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને આગમી તા થી ૧૧ સુધી પાંચ દિવસ પુસ્તક મેળો યોજાશે જેમાં કુલ મળીને ૧૯ સ્ટોલો રાખવામા આવશે. આ પુસ્તક મેળો સવારના ૧૦ થી રાત્રિના ૯ વાગ્યા સુધી ખુલ્લો રહેશે. આ પુસ્તક મેળામાં વિવિધ વિષયોના અવનવા અને રસપ્રદ પુસ્તકોના અનેક સ્ટોલો મૂકવામાં આવશે. જેમાં બાળકો, યુવાનો, વિદ્યાર્થીઓ તેમજ વડીલો દરેક વર્ગના વાચકોને અનુરૂપ પુસ્તકોનો ખજાનો અહીં જોવા મળશે. ખાસ કરીને સાહિત્ય, શિક્ષણ, પ્રેરણા, નવલકથા, બાળસાહિત્ય સહિત વિવિધ ક્ષેત્રોના પુસ્તકો એક જ સ્થળે ઉપલબ્ધ રહેશે. આ પુસ્તક મેળામાં મોરબી શહેરના તમામ નાગરિકોને પરિવાર સહીત ઉપસ્થિત રહી વાંચનનો આનંદ માણવા મનપા દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.






Latest News